ડબ્લ્યુએચઓ એ દવા ડેક્સામેથાસોનના ક્લિનિકલ પરીક્ષણ ના શરૂવાત ના પરિણામો નું સ્વાગત કર્યું છે. જે કોરોના વાયરસ ના દર્દીઓ પર અસર કરે છે. બ્રિટને ડેક્સામેથાસોનનું કોરોના ના દર્દી પર પરીક્ષણ કર્યું હતું તેના પર થી જાણવા મળ્યું છે કે દર્દી ના મૃત્યુદર માં ઘટાડો થયો છે.
પરીક્ષણ માં જાણવા મળ્યું છે કે વેન્ટિલેટર પરના દર્દીઓને જયારે આ દવા આપવામાં આવે છે ત્યારે દર્દી ના મારવાના જોખમ માં એક તૃતીયાંશ જેટલો ઘટાડો થયો છે અને જયારે આ દવા ઓક્સિજન સપોર્ટ વાળા દર્દીઓ ને આપવામાં આવે છે ત્યારે મૃત્યુનું જોખમ પાંચ તૃતીયાંશ જેટલું ઘટી ગયું હતું.
આ દવાની અસર મુખ્યત્વે ગંભીર રીતે બીમાર દર્દી માં જોવા મળે છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગ્રેબાઇઝે એ કહ્યું કે આ પ્રથમ એવી દવા છે જે કોરોના વાઇરસ ના વેન્ટિલેટર અને ઓક્સિઝન સપોર્ટ વાળા દર્દીઓનું જોખમ ઘટાડે છે.
જેના માટે હું યુકે સરકાર, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને યુકેના ઘણા દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલોનો ખુબ ખુબ આભાર માનું છું. જેમને આ પરીક્ષણ માં પોતાનો ફાળો આપ્યો છે.
તમને જણાવી દઈએ કે ડબ્લ્યુએચઓ સાથે સંશોધનકારોએ ડેક્સામેથાસોનના ક્લિનિકલ ટ્રાયલ્સના શરૂવાત ના પરિણામો શેર કર્યા છે.
પરીક્ષણ પરથી એવું કહેવાય છે કે જો યુકેમાં શરૂવાત થી જ આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો 5000 થી વધુ લોકો ના જીવ બચાવી શક્યા હોત.
રિપોર્ટ માં દર્શાવ્યું છે કે કોરોના વાયરસ ના 20 દર્દી માંથી 19 દર્દી હોસ્પિટલ માં દાખલ થયા વગર જ તેની હાલત માં સુધારો થઇ છે અને મોટા ભાગ ના લોકો જે હોસ્પિટલ માં દાખલ છે. તેઓ પણ સ્વસ્થ થઇ છે. પરંતુ અમુક લોકો ને ઓક્સિજન અથવા વેન્ટિલેશનનીની જરૂર પડી શકે છે.
આમ વધારે જોખમ વાળા દર્દી ને ડેક્સામેથાસોનની સહાય થી સુરક્ષિત કરી શકાય છે.
બીજા ઘણા રોગો માં આ દવા પહેલાથી બળતરા ઘટાડવા માટે વપરાઈ છે. તમને જણાવીએ કે, વેન્ટિલેટર વાળા દર્દીઓ પર આ દવા સારી અસર બતાવે છે. જેના લીધે મૃત્યુ નું જોખમ 40 ટકા થી ઘટી ને 28 ટકા થઇ ગયું છે. અને ઓક્સિઝન સપોર્ટ વાળા દર્દીઓ માં મૃત્યુ નું જોખમ 25% થી ઘટીને 20% થઇ ગયું છે.
આ દવા વિશ્વભર માં ખુબ સસ્તા ભાવે મળી રહે છે. જો કોરોના દર્દીની સારવાર 10 દિવસ સુધી ડેક્સામેથાસોન થી કરવામાં આવે છે તો તેની કુલ કિંમત 5 પાઉન્ડ થશે. આ ઉપરાંત, આ દવા સમગ્ર દુનિયા માં ઉપલબ્ધ છે. જેનાથી મોટા પ્રમાણ આ દવા બનાવી શકાઈ છે અને જલ્દી થી દર્દીનો ઈલાજ પણ કરી શકાય છે.
0 Comments