હાલમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારત માં 380 લોકોના મોત થયા છે. જયારે 10667 નવા કોરોના વાયરસ ના નવા કેસ નોંધાયા છે. આ જ સમયે ભારતમાં કુલ કોરોના ના દર્દી ની સંખ્યા 3,43,000 ને પાર પહોંચી ગઈ છે. આ ખુબ જ ગંભીર બાબત છે.
હાલમાં ચાલી રહેલી ગતિ પ્રમાણે જો ભારતમાં કોરોના ના કેસ ફેલાશે તો ભારત માં વિશ્વ ના સૌથી વધુ કોરોના ના કેસ હશે. આજે ફરી 1 વાર નરેદ્ર મોદી એ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જ્યાં કેટલાક અગત્યના વિષયો પર ચર્ચા થઇ હતી.
જયારે દેશની અંદર લોકડાઉન લગાડવામાં આવ્યું હતું
કોરોના ને વધતો રોકવા માટે ભારત સરકાર દ્વારા દેશમાં લોકડાઉંન લગાવ્યું હતું અને રાજ્યો ની બધી જ સરહદો પણ સીલ કરી હતી. પરંતુ લોકડાઉંન ને હળવું કરતા જ દેશ માં કોરોના એ વેગ પકડ્યો છે.
જાણો ક્યાં રાજ્ય માં કેટલા નવા કેસ નોંધ્યા.
રાજસ્થાનની અંદર
રાજસ્થાન માં છેલ્લા 24 કલાક દરમિયાન 115 નવા કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિ નું મોત નીપજ્યું છે. તેથી રાજ્ય માં કુલ મૃત્યુ 302 અને ચેપગ્રસ્ત લોકો ની સંખ્યા 13096 પર પહોંચી ગઈ છે.
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં 79 સીઆરપીએફ જવાનો ને પણ કોરોના નો ચેપ લાગ્યો છે.
કાશ્મીર માં સીઆરપીએફ જવાનો ની કોરોના ની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીઆરપીએફ ના 79 જવાનો કોરોના થી સંક્રમિત જાણવા મળ્યા હતા. આ સૈનિકો ને તાત્કાલિક હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઓડિશા ની અંદર
ઓડિશામાં છેલ્લા 24 કલાક દરમિયાન આ રાજ્યમાં કોરોનાના 108 નવા કેસ નોંધાયા છે. ઓડિશા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,163 થઈ ગઈ છે.
બિહાર ની અંદર
બિહાર માં છેલ્લા 24 કલાક દરમિયાન આ રાજ્યમાં કોરોનાના 187 નવા કેસ નોંધાયા છે. બિહાર માં કોરોના દર્દી નો કુલ આંકડો વધી ને 6662 થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે એક અહેવાલ બહાર માં જણાવ્યું હતું કે કુલ 1,20,086 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.
ઝારખંડ ની અંદર
ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 43 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી નવ લોકોનાં મોત નીપજ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં ની અંદર
પશ્ચિમ બંગાળમાં 24 કલાક દરમિયાન કોરોના ને લીધે 10 લોકો ના મોત નિપજ્યા છે અને 407 નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી માં 485 લોકો ના મોત નિપજ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ ના જણાવ્યા અનુસાર રાજ્ય માં કોરોના ના કુલ દર્દી ની સંખ્યા 11,494 થઈ છે.
તમિળનાડુમાં સંપૂર્ણ લોકડાઉન કરાયું.
મળતી માહિતી મુજબ, તામિલનાડુ માં કોરોના ના કેસ માં ઝડપ થી વધારો થઇ રહ્યો છે. તેથી તામિલનાડુ સરકારે ચેન્નઈ અને તેની આસપાસ ના વિસ્તાર માં 19 જૂનથી 30 જૂન દરમિયાન સુધી સંપુણઁ લોકડાઉંન કરી દીધું છે.
આ સમય માં ફક્ત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. લોકડાઉંન ની મદદ થી રાજ્ય માં વધી રહેલા કોરોના વાયરસ ના કેસ ને રોકવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. તામિલનાડુ માં કુલ 46000 થી વધુ લોકો ને કોરોના નો ચેપ લાગ્યો છે.
આ રાજ્યોએ લોકડાઉન લગાડવાની ના પાડી છે.
આ રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ તાજેતરમાં તે બધા જ સમાચાર ને નકારી દીધા હતા. જેમાં ફરીથી દિલ્હીમાં લોકડાઉન થવાની ચર્ચા થઈ હતી. આ પ્રમાણે, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર પણ લોકડાઉન કરવા નથી ઈચ્છતી.
વડા પ્રધાને કહ્યું હતું કે, દેશમાં લોકડાઉન લગાડવામાં આવશે નહીં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રીઓ સાથે અગત્યની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કેઆપણે કોરોના ને ફેલાતો જેટલો રોકીશું એટલી જ આપણી અર્થવ્યસ્થા ખુલશે. આપણી કચેરી ખુલશે. બજારો ખુલશે, પરિવહન ના સાધનો ખુલશે અને રોજગાર ની નવી નવી તકો ઉભી થશે.
મોદીએ કહ્યું કે ભારતમાં રિકવરી દર સારો છે.
મોદીએ હાલમાં ભારતમાં ચાલી રહેલી રિકવરી દર પર પણ વાત કરી અને કહયું કે ભારત માં રિકવરી દર 50% ની ઉપર છે. આપણા દેશ ની અંદર મૃત્યુદર અન્ય દેશ ની સરખામણી માં ઘણો ઓછો છે.
વધુ માં ઉમેરતા નરેન્દ્ર મોદીજી એ કહયું કે કોરોના સામે અપને આજી જાગ્રત રહેવાની જરૂર છે. લોકો ને માસ્ક લગાવવાની અપીલ કરી અને 20 સેકન્ડ સુધી સાબુ થી હાથ ધોવા માટે અપીલ કરી છે.
ભવિષ્ય માં પણ જયારે ભારત નો સામનો કોરોના વાયરસ સામે થશે ત્યારે આ સમય ને પણ યાદ કરશે કે આ સમય દરમિયાન આપણે બધા એ સાથે મળી ને કામ કર્યું હતું.
0 Comments