સુશાંત સિંહ રાજપૂતે 2 અઠવાડિયા પહેલા આત્મહત્યા કરી લીધી છે. જો કે, તેના ચાહકો અને તેમના પરિવારો તેમને ભૂલી શક્યા નથી. આ ઉપરાંત, પોલીસ પણ સુશાંત ના આત્મહત્યા કારણ જાણવા માટે તેના પરિવારના લોકો તથા તેના નજીકના લોકોની સતત પૂછપરછ કરી રહી છે.
તેના નજીકના લોકો પાસે હવે સુશાંત ની માત્ર યાદો રહી છે. તેના નજીકના લોકો દરરોજ તેના કેટલાક ફોટો શેર કરે છે. અને તેને યાદ કરે છે. હાલમાં તેના કોલેજના દિવસો ને ફોટો સોશિયલ મીડિયા ખુબ વાઇરલ થઈ રહી છે.
તેના કોલેજના દિવસો ના તસવીરો જોઈ ને તેના ચાહકો ખુબ ભાવુક થઈ રહ્યા છે. તેના નજીકના લોકો જૂની યાદો તાજી કરે છે.
સુશાંત તેના બંને ફ્રેન્ડ સાથે જોવા મળે છે. તેણે લગભગ ગ્રીન કલર ટીશર્ટ પહેરી છે. કોલેજના દિવસની આ તસવીર જોયા પછી એક વાર સુશાંતને ઓળખવું મુશ્કેલ થઈ શકે.
વાયરલ ફોટામાં સુશાંત પાતળા દેખાઈ રહ્યા છે. તેના ચાહકો અને નજીકના લોકો દરરોજ રેની યાદ માં સોશ્યિલ મીડિયા પર કંઈક ને કંઈક મુકતા રહે છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સુશાંત સિંહે 14 જૂન ના રોજ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસ ની અલગ અલગ ટિમ આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 27 લોકોનાં નિવેદનો પણ લેવામાં આવ્યા છે. પોલીસે આ મુદ્દે એક એક કડી શોધી રહી છે.
થોડા દિવસ પહેલા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પોલીસે પૂછપરછ પણ કરી હતી.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી બોલીવુડમાં અને સોશ્યિલ મીડિયા પર ભત્રીજાવાદ અને જૂથવાદ જેવા મુદ્દાઓ ચર્ચાએ જોર પકડ્યું છે.
કેટલાક લોકો તેની આત્મહત્યા પર ભત્રીજાવાદ જવાબદાર જણાવે છે. જ્યારે કેટલાક લોકો ખુબ જ દુઃખી જણાય રહ્યા છે. જોકે પોસ્ટમોડમ રિપોર્ટ દ્વારા આત્મહત્યનું કારણ ડિપ્રેસન જાણવા મળી રહ્યું છે. પોલીસે ની ટિમ વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.
0 Comments