• ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાન માં રાખી ને સરકાર દ્વારા દેશભરમાં 31 જુલાઈ સુધી અનલૉક 2.0 લાગુ કરવામાં આવ્યું છે. અનલોક ના બીજા તબક્કા માટે સરકારે અગત્યની માહિતી પણ જાહેર કરી છે.
  • મળતી માહિતી મુજબ, પહેલા એવું નક્કી થયું હતું કે આ વખતે સ્કૂલ-કોલેજ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અંગેનો આદેશ જારી કરી શકે છે. પરંતુ સરકારે હવે 31 જુલાઈ સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
  • તમને જણાવીએ આ વખતે શું નવું ખુલશે?
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર ની તાલીમ સંસ્થાઓ 15 જુલાઈ થી ખોલી શકાશે. પરંતુ તેમને સામાજિક અંતર અને નિયમોનું પાલન કરવું પડશે. જરા પણ બેદરકારી ચલાવામાં આવશે નહીં.
  • હવે 5 થી વધુ લોકો દુકાનોમાં પ્રવેશ કરી શકશે. પરંતુ સામાજિક અંતર અને નિયમોનું પાલન કરવું પડશે.
  • મળતી માહિતી મુજબ અનલોક 2.0 માં રાત્રી કર્ફ્યુ માં રાત્રે નું 1 કલાક નું કર્ફ્યુ ઘટાડવામાં આવ્યું છે. હવે સવારે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી લોકો અવાર જવર કરી શકશે.
  • અગાઉ રાતે 9 થી સવારે 5 વાગ્યા સુધી બહાર નહીં નિકળવાનું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર માલ વાહન કરતી કંપનીઓમાં શિફ્ટમાં કામ કરતીઓ માટે રાત્રી કર્ફ્યુ માં સુધારો કરવામાં આવ્યો છે.
  • સરકારે માહિતી આપી હતી કે હવે ધીમે ધીમે સ્થાનિક ફ્લાઈટ્સ અને ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.
  • તમને જણાવીએ અનલોક 2.0 માં શું શું બંધ રહેશે.
  • શાળા- કોલેજો અને કોચિંગ કેન્દ્રો 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિણય લેવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત, સિનેમા હોલ, મેટ્રો, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, એસેમ્બલી હોલ, ઓડિટોરિયમ પણ બંધ રાખવાનો નિણય લેવામાં આવ્યો છે.
  • સાંસ્કૃતિક, રાજકીય અને તે તમામ પ્રવૃત્તિઓ જ્યાં લોકોની ભીડ એકત્રીત થવાની શક્યતા રહેલી છે. તે બંધ રહેશે. અને તેમને અલગથી પ્રારંભિક તારીખ પણ આપવામાં આવશે.
  • દરેક વ્યક્તિએ આ નિયમોનું સતત પાલન કરવાનું રહશે.
  • જે વ્યક્તિ ની ઉંમર 65 વર્ષ કરતા વધારે છે, બીમાર વ્યક્તિઓ, પ્રેગ્નેન્ટ મહિલાઓ અને 10 વર્ષ થી નીચેના બાળકોને ફક્ત કામ માટે જવાની પરવાનગી આપવામાં આવી છે.
  • કચેરીઓ અને કામના સ્થળોએ સામાજિક અંતર અને સેનીટાઇઝેશન માટેની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. આ સિવાય કર્મચારીઓના ફોન માં ફરજિયાત આરોગ્ય સેતુ એપ હોવી જોઈએ.
  • કન્ટેનમેન્ટ ઝોનની અંદર ફક્ત જરૂરી સેવાઓની મંજૂરી મળશે.
  • રાજ્ય સરકારો કન્ટેનમેન્ટ ઝોનની બહાર બફર ઝોનને ઓળખવા અને આ વિસ્તારો કે જ્યાં નવા કેસો આવવાનું જોખમ વધારે છે. બફર ઝોનમાં પણ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
  • લગ્ન કાર્યક્રમ માં 50 લોકો અને અંતિમ સંસ્કાર દરમિયાન 20 થી વધારે લોકો ભાગ લઇ શકશે નહિ.
  • આ ઉપરાંત, જાહેર સ્થળે માસ્ક અને સામાજિક અંતર નું પાલન કરવાનું ફરજીયાત રહશે.