• ભારતમાં કોરોના કેસ ની સંખ્યા સતત વધી જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, હવે આ સંખ્યા 5 લાખ ને પાર પહોંચી ગઈ છે. આ સમય માં હૈદરાબાદમાં કોરોના સાથે સંકળાયેલ એક ખુબ જ દર્દનાક કેસ સામે આવ્યો છે. 
  • એક 34 વર્ષીય પુરુષ નું કોરોના ના કારણે મૃત્યુ થયું છે. આ વ્યક્તિએ તેના મૃત્યુ પહેલા એક વિડીયો તેના પરિવાર ને મોકલ્યો છે. આ વિડિઓ જોઈને બધા લોકો હચમચી ગયા છે.
  • આ વિડીયો રવિ કુમાર નામના છોકરા એ બનાવ્યો છે. જે કોરોના ની સારવાર માટે હૈદરાબાદ ની ચેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 
  • આ વિડીયોના માધ્યમથી છોકરો તેના પિતાને કહી રહ્યો છે કે પપ્પા હું શ્વાસ લઇ શકતો નથી. તેઓએ મારુ વેન્ટિલેટર 3 કલાક માટે દૂર મૂક્યું છે. હું ક્વ છું તો પણ તેઓ વેન્ટિલેટર લગાવી રહ્યા નથી. હું હવે શ્વાસ લઇ શકતો નથી. મને એવું લાગી રહ્યું છે કે મારુ હૃદય પણ બંધ થઇ ગયું છે. પપ્પા તમને બધા ને બાય બાય, હું જાવ છું. 
  • મળતી માહિતી મુજબ, પરિવારજનો એ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રના વેન્ટિલેટર હોસ્પિટલ ના કર્મચારીઓ એ 3 કલાક માટે કાઢી લીધું હતું. 
  • આને કારણે તે શ્વાસ લઇ શક્યો ન હતો અને તેના ધબકારા બંધ થઇ ગયા હતા. પરિવાર ના લોકો નું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે તેનો દીકરો દુઃખદાયક રીતે મૃત્યુ પામ્યો હતો.
  • રવીના પિતા વેંકટેશ દ્વારા એક વિડીયો બહાર પાડવામાં આવ્યો છે. આ વિડિઓ ની મદદથી તેમને જણાવ્યું છે કે તેમના દીકરાને ખુબ જ તાવ હતો. જયારે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરો એ કહ્યું કે તેમાં કોરોના ના લક્ષણો છે. સરકાર ના આદેશ અનુસાર તેઓ તેની સારવાર કરી શકતા નથી.
  • રવીના પિતાએ પોતાના વીડિયો ના માધ્યમથી કહ્યું કે ડોક્ટરો એ તેને કોરોના ટેસ્ટ કરી લાવવા કહ્યું. તે તેમના દીકરાને 10 થી 12 અલગ અલગ હોસ્પિટલો માં લઇ ગયા. પરંતુ તેમને કોઈ હોસ્પિટલ માં દાખલ થવા દીધો નહીં. છેલ્લે તેના પુત્ર ને ચેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.
  • આ વિડીયોમાં વેંકટેશ કહી રહ્યા છે કે મારા દીકરાનું વેન્ટિલેટર ક્યાં કારણથી હટાવવામાં આવ્યું તે મને ખબર નથી. બીજા દર્દી ને આપવા માટે કે પછી મારા દીકરાને મારી નાખવા માટે. 
  • હજી કોરોના નો રિપોર્ટ અવાનો બાકી હતો. મારુ હ્ર્દય એકદમ બેસી ગયું છે. મારો પુત્ર મને કહી રહ્યો હતો કે પપ્પા વેન્ટિલેટર કાઠી નાખ્યું છે. હું શ્વાસ લઇ શકતો નથી.
  • આ બાબતે ચેસ્ટ હોસ્પિટલના અધિક્ષક મહેબૂબ ખાને કહ્યું છે કે રવિને ગત 24 તારીખે અહીં દાખલ કરવામાં આવ્યો હતો. અને 26 તારીખે તેમનું અવસાન થયું હતું. 
  • અમે તેનું વેન્ટિલેટર નથી હટાવ્યું. તેને ફેફસા અને હૃદય ની અંદર ગંભીર ચેપ લાગ્યો હતો. કહેવાય છે કે તેના અંતિમ સંસ્કાર પછી તેનો કોરોના નો રિપોર્ટ આવ્યો હતો. જે પોઝિટિવ હતો.