બોલિવૂડ ના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નો પરિવાર હજી પોતાના પુત્રના મૃત્યના શોક માંથી બાહર નિકળ્યો નથી ત્યાં એક બીજો આચકો તેમના પરિવારમાં આવ્યો છે. આ સદમાંથી તેનો પરિવાર ફરી એક વખત વિખેરાઇ ગયો.
સુશાંતના અકાળે મૃત્યુ થી તેની ભાભી ચોંકી ગઈ હતી. સુશાંત સિંહ ની ભાભી સુધા દેવીનું સોમવારે અવસાન થયું છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતનાં પિતરાઇ ભાઈ અમરેન્દ્રસિંહની પત્ની સુધા દેવી નું સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે તેમનું દુઃખદ અવસાન થયું હતું.
સુશાંતે આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા જ તેને ખુબ જ આઘાત લાગ્યો હતો અને તેને જમવાનું પણ છોડી દીધું હતું. આને કારણે તેની હાલત સતત ખરાબ થઈ રહી હતી.
મળતી માહિતી મુજબ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે થોડા સમયથી સુધા બીમાર હતી. રવિવારે તેણે સુશાંતના મોતનો સમાચાર સાંભળતા તેની હાલત વધારે ખરાબ થવાનું શરૂ થયું હતું. તે વારંવાર બેહોશ પણ થઈ જતી હતી.
તમને જણાવી દઈએ કે તેનો પિતરાઇ ભાઈ તથા તેના ભાઈનો પરિવાર પૂર્વજ ગામ પૂર્ણિયાના માલડીહામાં રહે છે.
સુશાંત ના અકાળે મૃત્યથી તેના ગામનો વિસ્તાર પહેલાથી મૌન છે. તેમના પરિવારમાં વધુ એક મૃત્યુ થતા તેના પરિવાર માં સનાટો છવાય ગયો છે.
સુશાંતસિંહ રાજપૂતે રવિવાર ના રોજ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખદ સમાચાર સાંભળીને બોલિવૂડ ના દરેક લોકો તથા તેના પરિવારના દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
મળતી માહિતી મુબજ, હાલમાં ઘણા લોકો દ્વારા સુશાંતના મોત પર પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યાં છે. પોલીસ પણ આ મામલે પોતાની આગળની તપાસ કરી રહી છે કે સુશાંત આવું પગલું શુ કામ ભર્યું, ક્યાં કારણથી સુશાંત ડિપ્રેસન માં હતો.
0 Comments