ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ ના લીધે લાખો લોકો માર્યા ગયા છે અને 80 લાખ થી પણ વધુ લોગો આ રોગ નો શિકાર બન્યા છે. આના લીધે વિશ્વ ના બધા જ દેશની અર્થવ્યવસ્થા ને આંચકો લાગ્યો છે અને કરોડો લોકોનો રોજગાર છીનવાઈ ગઈ છે.
તે બધાની વચ્ચે ભારત માં ચાઈનીઝ ઉત્પાદનો, એપ્સ વગેરે નો બહિષ્કાર કરવાની અને ભારતીય બનાવટની વસ્તુઓ ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. આપણા દેશ ના પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ પોતાના સંબોધન માં આત્મનિર્ભર ભારત વિશે વાત કરી હતી.
તે જ સમયે દિલ્હી થી મેરઠ વચ્ચે ભૂગર્ભ માર્ગ નું કામ ચીનની કંપની ને આપવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ માટે અલગ અલગ કંપનીઓ બોલી લગાવી હતી. ચીન ની કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડ એ આ કામ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી, પછી આ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રોજેક્ટને ચીની કંપનીને આપવામાં આવ્યો હતો.
દેશમાં ચીન નો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તેવી સ્થિતિ માં ચીની કંપની ને 1000 કરોડ નો પ્રોજેક્ટ આપતા 1 મોટો વર્ગ નારાજ થયો છે અને તેનો વિરોધ પણ કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટ નો વિરોધ ફક્ત વિરોધી પાર્ટી જ નહિ પરંતુ ભાજપ ની વિચારધારા ને પ્રભાવિત કરવા વાળી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ના એકમ સ્વદેશી જાગરણ મંચે પણ તેનો વિરોધ કર્યો છે.
સંઘે મોદી સરકાર ને ચીન ના આ પ્રોજેક્ટ ને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અને તમને કહયું હતું કે સરકારે સ્વનિર્ભર ભારત અભિયાન ને સફળ બનાવવા માંગતું હોય તો ચીની કંપની ને મહત્વપૂર્ણ અને અગત્યના પ્રોજેક્ટસ પર બોલાવવી ન જોઈએ.
સ્વદેશી જાગરણ સંઘ ના કન્વીનર અશ્વિની મહાજને આ અંગે કેન્દ્રીય પ્રધાન મંત્રી નીતિન ગડકરી ને એક અગત્યની અપીલ કરી અને કહયું કે આ પ્રોજેક્ટ ચીની કંપની ને ન આપવો.
ઉલ્લેખનીય છે કે જયારે ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત વિવાદ ચાલી રહયો છે. 12 જૂને શાંઘાઈ ટનલ એન્જીનીયરીંગ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ કંપનીએ ઓછી બોલી લગાવી.
આ પ્રોજેક્ટ 5.6 કી.મી. નો છે. જે ન્યુ અશોક નગર થી સાહિબા બાદની વચ્ચે ભૂગર્ભ માર્ગ બાવનાનો છે. જે દિલ્હી થી મેરઠ આરઆરટીએસ કોરિડોર નો એક ભાગ છે આ પ્રોજેક્ટ એનસીઆરટીસી હેઠળ આવે છે. કોર્પોરેશને ગયા અઠવાડિયે ઓનલાઇન બિડિંગ પ્રકિયા શરુ કરી હતી.
એનસીઆરટીસીના ના પરિણામો અનુસાર ચાઈનીઝ કંપની એ તેના પ્રથમ રાઉન્ડ માં 1126 કરોડ રૂપિયા ની બોલી લગાવી હતી. અને જયારે ભારતીય કંપની એ તેમાં 1170 કરોડ ની બોલી લગાવી હતી.
બીજી બાજુ સૂત્રો કહે છે કે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ બોલી ની પ્રક્રિયા પુરી ઈમાનદારી થી કરી હતી અને ભારતીય કંપની ને તેની બોલી લગાવાની પુરી તક આપવામાં આવી હતી. એનસીઆરટીસીએ ગયા વર્ષે નવેમ્બરમાં આ પ્રોજેક્ટ માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી હતી.
જયારે તકનીકી બીડીગ પ્રકિયા 16 માર્ચ થી શરૂ થઇ હતી. લેટર સ્વીકૃતિ મળ્યા પછી આ ટનલ નું કામ 1095 દિવસમાં પૂર્ણ કરવાનું છે
0 Comments