સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. તેની આત્મહત્યા પછી નેપોટિઝમ, જૂથવાદ અને મુવી માફિયા જેવા વિષયોની બૉલીવુડ માં ખુબ જ ચર્ચા થવા લાગી. આ પછી સોનુ નિગમે પણ મ્યુઝિક ઉદ્યોગ માં ચાલી રહેલા ભેદભાવ વિષે પોતાના મંતવ્યો કહ્યા હતા.
હાલમાં જ હિન્દી સંગીત ઉદ્યોગ ના એક જાણીતા ગાયક અદનાન સામીએ પણ આ મુદ્દાઓ પર પોતાનો મંતવ્યો રજૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન અદનાને માફિયા અને આઉટસાઈડર જેવા ટોપિક પર વાત કરી છે.
અદનાને કહ્યું કે જો તમારી અંદર ટેલન્ટ છે. તો તમને ચોક્કસ મોકો મળવો જોઈએ જો તેમને નકારી કાઢવામાં આવે તો પછી હાલમાં ચાલી રહેલી વસ્તુઓ માં બદલાવ લાવવાની જરૂર છે.
આ દરમિયાન અદનાનને પણ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે પણ મુંબઇની બહાર ના છો તો. આ અંગે અદનાન કહે છે કે હા તમારી વાત એકદમ સાચી છે હું પણ બહાર નો જ હતો. પણ મેં મારી જાત ને અહીં જબરદસ્તી ટકાવી ને હું રહ્યો છું.
અદનાન જવાબ પર તેને પૂછવામાં આવ્યું તો પછી સમજી લેવું જોઈએ કે આ ઉદ્યોગ માં બહાર નો વ્યક્તિ એ ખુબ નાનો મુદ્દો છે. આનો જવાબ આપતા અદનાને કહ્યું હતું કે ના તેવું નથી. હવે વસ્તુઓ થોડી બદલાઈ પણ ગઈ છે.
તમારે આ વાત સમજવી જોઈએ ઘણા લોકો કહે છે જે આ સુપરસ્ટાર પણ બહાર ના છે અને તેને પોતાનું નામ બનાવી લીધું. પરંતુ તેમની તુલના આજકાલના સમય સાથે કરી શકતા નથી.
આ ઉપરાંત, અદનાન કહે છે જેવો 2 દાયકા પહેલા આ ઉદ્યોગ માં આવ્યા. ત્યારે આ બાબતો એકદમ અલગ હતી. ત્યારે તમારા ટેલેન્ટ ની ખુબ જ કદર કરવામાં આવતી હતી. તેઓ સુરક્ષિત હતા અને તેવા લોકોને તક પણ આપવામાં આવી હતી.
પરંતુ હાલની દ્રસ્ટીએ જોઈએ તો માફિયાઓ આવી ગયા છે. જે હવે સ્ટાર કિડ્સએ તેના પર કબ્જો લીધો છે. હવે તદ્દન અલગ છે. હાલમાં લોકો ને ત્રાસ આપ્યા વિના આગળ લાવવાની જરૂર છે. બોલિવૂડ કોઈના પિતાની સંપત્તિ નથી.
બદલાવ કઈ રીતે શકાય બને? તમે શું કરશો? આ બધા મુદ્દાઓ અંગે અદનાન ને કહ્યું હતું કે હું તમને આ અંગે ખાતરી આપી શકું છુ કે આ મામલે હું યોગ્ય નિકાલ લાવીશ. મારો પોતાનો વિચાર છે કે નવા ટેલેન્ટ આવે તે ઇકોસિસ્ટમ માટે પણ જરૂરી છે.
આ ઉપરાંત, અદનાને એમ પણ કહ્યું હતું કે કેટલીક વાર આપણે શક્તિશાળી લોકોને વધારે મહત્વ આપીએ છીએ તેના લીધે તેઓ સમજે છે કે દુનિયા ફક્ત તેમની મુર્ખામીથી ફરે છે.
આ ઉપરાંત તમને કહ્યું કે હાલમાં ચાલી રહેલા વાતાવરણ વિશે ઘણા લોકો એવા છે કે જેઓ આ વિષે બોલવા માંગે છે. પરંતુ તેઓ મનમાં ડરતા હોઈ છે કે જો આ અંગે અમારું નામ આવે તો અમારું શું થશે? આ ડર બધાના મનમાં હાજર છે. હું આ બધું સમજુ છું કે તેઓ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહયા છે. હું હમેશા ટેલેન્ટ લોકોનું સમર્થન કરું છું.
થોડા દિવસ પહલાં સુશાંત ના અવસાન પછી પણ હજી ઘણા લોકો અદનાન જેમ બહાર આવી રહ્યા છે અને પોતાના મંતવ્યો કહી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા વિરોધ થી એવી આશા છે કે બૉલીવુડ અને મ્યુજિક ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી વસ્તુઓ બદલાશે, જેથી ટેલેન્ટ નવા લોકોને આગળ વધવાની તક મળે.
0 Comments