શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ની હાજરી માં વિડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા સ્વાવલંબિત ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન નેએક વેગ આપી રવાના કર્યું છે.
આ અભિયાન નો મુખ્ય હેતુ યુપી માં સ્થાનિક સ્તરે ગરીબ અને જરૂરિયાતમંદો ને ઓદ્યોગિક સંગઠનો અને અન્ય સંસ્થાઓ સાથે જોડી ને રોજગારની નવી નવી તકો ઉભી કરવાનો છે.
તમને જણાવી દઈએ કે આપણા વડા પ્રધાને આ યોજના ની રજુવાત જ કરી હતી, પરંતુ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેઓ સામાન્ય લોકો સાથે વાર્તાલાપ કરતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ જલાઉન, સંતકબીરનગર, બહરાઇચ, સિદ્ધાર્થનગર અને ગોંડા વગેરે જિલ્લા ના લોકો સાથે સમાવેશ થઇ છે.
વાર્તાલાપ દરમિયાન નરેદ્ર મોદીએ બહરાઇચના તિલકરમ નામના એક ખેડૂત સાથે પણ વાતચીત કરી હતી આ ખેડૂત એ કહ્યું કે આ મોટું મકાન મારી પાછળ દેખાઈ છે.
તેના માટે નરેન્દ્ર મોદી નો આભાર માન્યો અને કહયું કે આ તમારું આપેલું મકાન છે. અમને આ મકાન હાઉસિંગ સ્કીમ હેઠળ મળ્યું છે આની પહેલા અમે ઝુપડપટ્ટી માં રહેતા હતા.
પીએમ મોદી દ્વારા તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે મને શું આપશો? ખેડૂતએ 1 મિનિટ બગાડ્યા વગર જવાબ આપ્યો કે તમારે વડાપ્રધાન રહેવું જોઈએ. મોદી ના ચહેરા પર એક સ્મિત ભરાઈ ગઈ અને તેમને તિલકર્મ ને કહ્યું કે દર વર્ષે તમે મને પત્ર મોકલીને બાળકોના શિક્ષણ અંગે કહો.
આવી જ રીતે કોરોના વાયરસ ને લીધે અમદાવાદ થી ગોરખપુર પરત આવેલા પરપ્રાંતીય મજુર નાગેન્દ્ર સાથે વાતચીત માં વધપ્રધાને તેમને પૂછ્યું કે તેઓ અમદાવાદ માં કેટલા રૂપિયાની કમાણી કરે છે.
તો મુદ્દે નાગેન્દ્રએ એ કહ્યું હતું કે તેમને મહિના લગભગ 7 થી 8 હજાર રૂપિયા મળતા હતા. ત્યારબાદ પીએમ એ નાગેન્દ્ર ને કહ્યું કે તમે બરોડા યુપી બેંકમાંથી લોન લઈને ભેંસપાલન નો વ્યવસાય શરૂ કર્યું છે. લોન સમયસર ચૂકવી દેજો અને રસીકરણ ચોક્કસપણે કરાવજો.
આ ઉપરાંત, મોદીજીએ પશુપાલકો માટે શરૂ કરાયેલ કિસાન ધિરાણ યોજનાનો લાભ લેવા માટે નાગેન્દ્ર ને અગત્યની સલાહ પણ આપી હતી. તેનાથી તમને ખુબ જ ઓછા વ્યાજે લોન મળશે. ત્યારપછી મોદીજી ગોંડા ની વિનિતા નામની મહિલા ને પણ મળ્યા જેમને કહ્યું હતું કે તેમને મહિલા ને દર વર્ષે 6 લાખ રૂપિયાની બચત કરી નર્સરી શરૂ કરી હતી.
મોદીજી કોરોના વાયરસ સામે યુપી થી પ્રભાવિત થયા હતા. તેમને જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ વિશ્વ ના દરેક કરતા મોટું રાજ્ય છે. તેમ છતા રાજ્ય સરકારે કોરોના ચેપના કેસોને ખુબ જ કંટ્રોલ કર્યો હતો. આ ખુબ જ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક વાત છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે જે રીતે કોરોના વાયરસ સામે લડત આપી ને ઓછામાં ઓછા 85 હજાર લોકોના જીવ બચાવી શકાયા છે. નાગરિકોના જીવ બચાવવા એ ખુબ જ સંતોષકારક છે.
0 Comments