• સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી છે. સુશાંત સિંહ આ દુનિયા છોડ્યા ને લગભગ 2 અઠવાડિયા જેટલી સમય થઇ ગયો છે પરંતુ તેમનું દુઃખ તેના ચાહકો અને પરિવારમાં હજી ઓછું થયું નથી. બોલિવૂડ માં તેની સાથે થયેલા અન્યાય માટે ચાહકો માં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.
  • તેના આત્મહત્યને દરેક ના હૃદયમાં દુઃખ છે. પરંતુ તેના છોકરા ના પિતાના હૃદય પર શું વીતી રહી હશે. સુશાંત ના પિતા સિવાય બીજું કોઈ આ દુઃખ ને સમજી શકશે નહિ. પુત્ર ને ગુમાવ્યાનું દુઃખ થી તૂટી ગયેલા સુશાંત ના પિતા હવે પોતાનું મૌન તોડી નાખ્યું છે. 
  • પોતાનું દુઃખ વ્યક્ત કરતી વખતે તેના પિતાએ કહ્યું કંઈક એવું કહ્યું કે જેનાથી ફરીથી તેના ચાહકોમાં આખો ભરી આવી.
  • સુશાંત ના પિતાએ મીડિયા સમક્ષ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સુશાંત ની માતા એ તેને મેળવવા માટે વ્રત કર્યા હતા. તમને જણાવી દઈએ કે સુશાંત ને ચાર મોટી બહેનો છે અને તેના માતાપિતા ને એક પુત્ર ની ઈચ્છા હતી. 
  • તેથી તેની પત્ની એ 3 વર્ષ સુધી માનતા માં પુત્ર ની માંગણી કરી હતી. ત્યારે સુશાંત નો જન્મ થયો હતો. સુશાંત તેમની બહેનો ને એકમાત્ર ભાઈ હતો. તેથી ખુબ જ પ્રેમ થી ઉછેર્યો હતો. અને લાડકવાયો હતો.
  • સુશાંત ના પિતા ની વાત ખુબ જ હ્રદયસ્પર્શી હતી. તેમને કહ્યું કે સુશાંત ચાર દીકરીઓ પછી એક દીકરો છે. પરંતુ માનતા માં માંગ કરી ને મળે તે પછી આ રીતે જ જાય છે. જે થયુ છે તેને કોઈ રોકી શકે નહિ. આ ઉપરાંત તેમને કહ્યું હતું કે તેને ખુબ જ ઓછા સમય માં ઘણું સિદ્ધ કર્યું છે.
  • સુશાંત ના પિતાએ કહ્યું કે અમને ખબર નથી કે છેલ્લા દિવસો દરમિયાન શું થયું. સુશાંત એમના વિશે કઈ પણ કહેતો ના હતો અને અમે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણા દૂર રહેતા હતા. 
  • અમને ઝગમગાટ ગમતો નથી. કેકે સિંહે આગળ કહ્યું હતું કે સુશાંત બિહાર ના લોકો માટે ઘણું કરવા માંગતો હતો પરંતુ તેને સમય મળ્યો ન હતો. સુશાંત એ ચંદ્ર પર પણ જમીન ખરીદી હતી. તેને તે જમીન જોવા માટે 55 લાખ નું ટેલિસ્કોપ પણ લીધું હતું. તે ફક્ત તેના ટેલિસ્કોપ થી તે જમીન જોતો રહેતો હતો.
  • સુશાંતે 14 જૂન ના રોજ પોતાના ફ્લેટમા ગળે ફાંસો ખાઇ ને આત્મહત્યા કરી હતી. સુશાંત ના મૃત્યુ પછી એવા સમાચાર આવતા થયા છે કે તે નેપોટિઝ્મનો શિકાર બન્યો હતો અને તે બૉલીવુડ માં હાલમાં ચાલી રહેલા વલણ થી પણ પરેશાન હતો. 
  • તેના હાથમાંથી ઘણા પ્રોજેક્ટ લઇ લેવામાં આવ્યા હતા. આ બધી વસ્તુના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. જો કે તેના રૂમ માંથી કોઈ પણ સ્યુસાઇડ નોટ મળી ન હોવાથી આ પાછળ નું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે કોઈને ખબર નથી. 
  • બીજી બાજુ નેપોટિઝમના સમાચાર આવ્યા પછી બિહાર અને ઝારખંડમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર, આલિયા ભટ્ટ અને સલમાન ખાન જેવા સ્ટાર્સની ફિલ્મો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ બીજા ઘણા સ્ટાર્સ હાલમાં ચાલી રહેલા મુદ્દે ખુલ્લે આમ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 
  • તમને જણાવી દઈએ કે પોલીસ હજી પણ આ મોતનું કારણ શોધી રહી છે. પોતાન પુત્રની આત્મહત્યા થી તેનો પરિવાર હજી પણ આઘાતમાં છે.