પંજાબના મરદાનહેદી ગામનો નો રહેવાસી લાન્સ નાઈક સલીમ ખાન લદાખમાં ચાલી રહેલી અથડામણમાં શહીદ થયો છે. મળતી માહિતી મુજબ, રેજિમેન્ટમાં 58 ઇજનેરો હાજર હતા. લાન્સ નાઈક સલીમ ના શહીદ ના સમાચાર મળતા જ આખા ગામની અંદર શોકનું વાતાવરણ ફરી વળ્યું.
લાન્સ નાયક સલીમ ખાનનો મૃતદેહ ને વિમાન દ્વારા ચંદીગઢ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૈનિકો અને પોલીસ અધિકારીઓ સાથે તેના મૃતદેહ ને તેના ગામ માર્દનેહેડી લઈ જવાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સંપૂર્ણ રાજ્ય ના ઉચ્ચ અધિકારીઓ, સૈન્ય સન્માન અને નમાઝ એ જાનઝા ચૂકવ્યા બાદ સલીમ ખાનના મૃતદેહ ને ગામના કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો.
કબ્રસ્તાન લઈ જતા પહેલા લાન્સ નાઇક સલીમ ની માતા, બહેન અને તેના મોટા ભાઈ શહીદ સલીમ ખાનને સલામી આપી હતી અને તેમને પ્રણામ પણ કર્યા હતા.
મળતી માહિત મુજબ, સૈન્ય ના ઉચ્ચ અધિકારીઓ પુરા સન્માન સાથે શહીદને સલામી આપી હતી અને હવામાં ફાઈરિંગ પણ કર્યું હતું. પંજાબના કેબિનેટ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ શહીદના ગામ પહોંચ્યા હતા અને શહીદને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે લાન્સ નાઇક સલીમ ખાન ભારત-ચીન સરહદ પર જોખમી પરિસ્થિતિમાં પોતાની ફરજ આપી રહ્યો હતો અને દેશની સેવા કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2014 થી ભારતીય સૈન્યમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો. તેમના પિતા પણ ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. તેમના પિતા નું નામ મંગલ દિન.
લાન્સ નાઇક સલીમ ની માતા પોતાન પુત્ર પાસે રડતી રડતી કહેતી હતી કે મારો સિમ્મા લાવો, મારો સિમ્મા લાવો. તેમની માતા વારંવાર બેહોશ થઈ જતી હતી. આ હ્રદયસ્પર્શી દ્ર્ષ્ય જોઈ ને દરેક ની આંખોમાંથી આસું ની ધારા વહી રહી હતી.
તેમની માતાએ જણાવ્યું હતું કે ગઈકાલે જ સલીમ નો ફોન આવ્યો હતો. આ દરમિયાન તે કહેતો હતો કે ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિનો સામાન્ય થતાં તે પોતાના ઘરે થોડા દિવસ રજા પર આવશે. તેમના પિતા પણ 18 વર્ષ પહેલાં ફરજ પર શહીદ થયા હતા.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે લાન્સ નાયક સલીમ ખાનના પરિવારને 50 લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીનું વચન આપ્યું છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી એ કહ્યું હતું કે તેમના પરિવારને શક્ય તેટલી બધી જ મદદ કરવામાં આવશે. મુખ્યમંત્રીને લાન્સ નાઇક સલીમ ખાન શહીદ થયાની ખબર પડતા જ ખુબ દુઃખ થયું હતું. આ ઉપરાંત તમને કહ્યું હતું કે તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના. રાષ્ટ્ર ના બહાદુર વીર સૈનિકને સલામ કરું છું. જય હિન્દ
0 Comments