આખા ભારત દેશમાં કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. સરકાર અને આરોગ્ય કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાત-દિવસ કામ કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં ફિલ્મ જગતના કેટલાક સ્ટાર્સ કોરોના વાયરસ અને લોકડાઉનનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
આ અભિનેતાઓ માં સોનુ સૂદથી લઈને અક્ષય કુમાર અને શાહરૂખ ખાન, સલમાન ખાન જેવા અનેક મોટા સ્ટાર્સ નો સમાવેશ થાય છે. આ દરમિયાન લોકો સોનુ સૂદ અને અક્ષય કુમાર ને ભારત રત્ન મળવો જોઈએ તેની માંગ શરૂ કરી દીધી છે.
થોડા દિવસોથી સોશ્યિલ મીડિયા માં સોનુ સૂદ અને અક્ષય કુમાર ને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા છે. તેના ચાહકો કોરોના વાયરસની મહામારીમાં લોકોની શક્ય તમામ મદદને કારણે આ માંગ કરી રહ્યા છે.
હાલમાં અક્ષય કુમાર અને સોનુ સૂદની તસ્વીરો પણ વાઇરલ થઈ રહી છે. આ તસ્વીરો નો માધ્યમથી લોકો માંગ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, તેજાસ પ્રતાપ સિંઘ નામના વ્યક્તિએ અક્ષય કુમાર અને સોનુ સૂદ માટે ભારત રત્નની માંગ કરતી પોસ્ટ પોતાના ટ્વિટર માં રજૂ કરી હતી. અને લખ્યું હતું કે આ બંને લોકો મને ગમે છે. આ બંને લોકએ જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે.
મને એવું લાગે છે કે આ બંને ભારત રત્ન ને લાયક છે. આ ઉપરાંત બીજા એક વ્યક્તિએ પોસ્ટ કરી હતી તેમાં લખ્યું હતું કે આ બંને ખરા હીરો છે જે ભારત રત્ન ને લાયક છે.
આ ઉપરાંત, એક વ્યક્તિએ પોતાના ટ્વિટર માં લખ્યું હતું કે અક્ષય કુમાર અને સોનુ સૂદે લોકોની સાચા દિલથી મદદ કરી છે. તેમને મળવો જોઈએ. આવી બધી પોસ્ટ સોશ્યિલ મીડિયા માં હાલ વાઇરલ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ભારતમાં માર્ચ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન આખા ભારત દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવી વિકટ પરિસ્થિતમાં પરપ્રાંતિય મજૂરો અને ગરીબ લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
ઘણા ફિલ્મ જગતના લોકો આવા પરપ્રાંતિય મજૂરો અને ગરીબ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. ફિલ્મ જગતના લોકોએ પીએમ કેર ફંડને કરોડો રૂપિયાની આર્થિક સહાય આપી હતી. મળતી માહિતી મુજબ, અક્ષય કુમારે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા હતા.
જયારે સોનુ સૂદ પોતાના ખર્ચે પરપ્રાંતિય મજૂરો અને ગરીબ લોકોને ઘરે પોંહચાડવા માટે સતત કામ કરી રહ્યા હતા. તેમની ટીમે હજારો લોકોને તેના ઘરે પહોંચાડ્યા હતા.
તેમની ટીમે બસ, ટ્રેન, અને વિમાન દ્વારા લોકોને ઘરે પહોંચાડ્યા હતા. આવા સારા કાર્ય માટે દેશભરમાં લોકોએ તેની ખુબ પ્રશંસા પણ કરી હતી.
તમારા મતે સોનુ સુદ અને અક્ષય કુમાર ને ભારત રત્ન મળવો જોઈએ કે નહિ, કોમેન્ટ ના માધ્યમથી અમને જણાવો.
0 Comments