હાલમાં કોરોના વાઇરસ કેસો આખી દુનિયામાં ખુબ જ ઝડપ થી વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ, રવિવારે કોરોના વાઇરસ સંબધિત 2 નવા રેકોર્ડ પણ નોંધાયા હતા.
આખી દુનિયામાં મૃત્યુ થયેલા ની સંખ્યા પાંચ લાખ કરતા પણ વધુ થઈ ગઈ છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ કરતા પણ વધારે છે. આ બંને રેકોર્ડ એ શહેરો અને બજારો ખોલવા પર સરકારને વિચારતા કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, ટેક્સાસ ના રાજ્યપાલ ગ્રેગ એબોટે જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના એ ટેક્સાસ માં ખતરનાક રૂપ લીધું ધારણ કર્યું છે.
તમને જણાવીએ કે રાજ્યપાલે મેં મહિના ની શરૂવાત માં ધંધા શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. પરંતુ વધતા જતા કેસો વિશે વિચારીને ફરી વાર બાર બંધ કરાવ્યા અને રેસ્ટોરન્ટ માં અંદર બેસવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ ઉપરાંત, કેલિફોર્નિયા ના ગવર્નરે 7 કાઉન્ટી ની અંદર બાર ખોલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. તથા તેમને બાર ને તાત્કાલિક બંધ કરવાનો આદેશ પણ આપી દીધો છે અને બીજા 8 કાઉન્ટીઓને પણ આવા જ નિર્ણયો લેવા જોગવાઈ કરી છે.
ફ્લોરિડા ના ગવર્નર રોન દેસાન્ટીસે જણાવ્યું હતું કે કોરોના નો ચેપ ફેલાતો રોકવા માટે ઘણા દરિયાકિનારા ફરીથી બંધ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન જ્યુલિની મખાઈઝે આગામી અઠવાડિયામાં દેશમાં ચેપ ઝડપ થી ફેલાવાની આગાહી મળી રહી છે.
ઇંગ્લેન્ડ ના લેસ્ટર અને સ્વિસ નાઇટક્લબોમાંથી પણ આ ચેપના કેસ જોવા મળ્યા છે. આ બધી વસ્તુ પરથી સાબિત થાય છે કે આ ચેપ યુરોપ માં પણ ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, પોલેન્ડ અને ફ્રાન્સ માં હવે વસ્તુઓ સામાન્ય તરફ ફરી રહી છે.
વાઇરસ માં કારણે અહીં ચૂંટણી મોડી રાખવામાં આવી હતી. પરંતુ હવે અહીં ચૂંટણી યોજાઈ રહી છે. અહીં લોકો માસ્ક, સામાજિક અંતર આવા બધા નિયમોનું પાલન કરી ને મત આપી રહ્યા છે.
નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે, આ રોગચાળા થી મૃત્યુઆંક માં ઝડપ થી વધારો થઇ રહ્યો છે. અને વિશ્વની અંદર 1 કરોડ નો આંકડો વટાવી ગયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં એક જ દિવસમાં રેકોર્ડ સ્તરે કોરોના વાયરસના ચેપના કેસો પણ નોંધાયા છે. એક માહિતી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન 189,000 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે.
0 Comments