• થોડા દિવસ પહેલા જ દિલ્હી માં રહેતી સિયા કક્કરે આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાં એક બીજી ઘટના સામે આવી છે. હરિયાણા માં રહેતી ટિક્ટોક સ્ટાર શિવાની નું ગળું દબાવીને હત્યા કરી છે.
  • શિવાનીના પરિવારે બે દિવસ બાદ તેમની પુત્રી શિવાની ની લાશ મળી હતી. તેના પરિવારને ખબર પણ નહોતી કે તે ક્યાં છે અને કેમ છે. આપણે જાણીએ આખી ઘટના કોને કરી તેની હત્યા અને કેમ.
  • શિવાની ખોબિયન કુંડળીમાં ટચ એન્ડ ફેર નામથી એક સલૂન ચલાવતી હતી. મળતી માહિતી મુજબ, તેના ટિકટોકમાં એકાઉન્ટ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે. તે શુક્રવારથી ગુમ હતી. બે દિવસ પછી તેની બહેનના મિત્રએ સલૂન ની અંદર એક બેડ ખોલીયો તો અંદરથી શિવાનીની લાશ જોવા મળી. શિવાનીની લાશ જોતા જ તે સ્તબ્ધ થઈ ગયો.
  • ખરેખર તો સલૂન ની અંદર દુર્ગંધ ખુબ જ આવી રહી હતી. ત્યાં ઉપરની આલમારી ખુલ્લી દેખાણી. એટલે તેને શંકાના આધારે બ્યુટી પાર્લરનો બેડ ખોલીયો. એટલે અંદર તેની લાશ જોવા મળી. લાશ મળતા જ તેના પિતાએ પોલીસને આ બાબતે જાણ કરી.
  • શિવાની ની હત્યા થઈ એટલે તેના પરિવારના લોકોએ આરિફ નામના વ્યક્તિ પર શંકા કરી હતી. આરીફ શિવાનીને એક રીતે ખુબ જ પસંદ કરતો હતો.શિવાનીના પિતાએ પોલીસને કહ્યું હતું કે પેલા તેઓ મણીયારીમાં રહેતા હતા.
  • ત્યાં આરીફ તેને ત્રણ વર્ષથી ખુબ જ હેરાન કરતો હતો. તેથી તેઓ કંટાળીને કુંડળીમાં રહેવા આવ્યા હતા. આ અગાવ શિવાનીએ આરીફ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી હતી. આ બધી બાબતોના આધારે પોલીસે આરીફની ધરપકડ કરી હતી.
  • મળતી માહિતી મુજબ આ મામલો 26 જૂન નો છે. સલૂન ની અંદર શિવાની એકલી હતી. મળતી માહિતી મુજબ આરીફ સાથે ઘણા દિવસથી વાત નોતી કરતી. એટલે આરીફ ગુસ્સે હતો. શુક્રવારે તે એકલી હતી એટલે આરીફ પાર્લર પહોંચ્યો.
  • આરીફને ને જોતા શિવાનીએ દરવાજો બંધ કરવાનું શરૂ કર્યું. પરંતુ આરીફ બળજબરીથી અંદર પ્રવેશી ગયો. પહેલા તો આરીફે શિવાનીને સમજાવી ત્યાર બાદ ધમકી આપી. પરંતુ શિવાની એ સાંભળ્યું નહીં અને તે પોલીસે ને કોલ કરવા પ્રયત્ન કર્યો.
  • પરંતુ આરિફે આવું થવા દીધું નહીં. અને બંનેની ઝપાઝપી થઈ. આ દરમિયાન આરિફે શિવાની નું ગળુ દબાવીને હત્યા કરી. ત્યાર બાદ આરિફે તેનો મૃતદેહ ત્યાં રાખેલા પલંગમાં સંતાડ્યો અને ત્યાંથી નાસી છૂટ્યો.
  • આરિફ શિવાનીની હત્યા બાદ શિવાની નો ફોન પણ સાથે લેતો ગયો હતો. શિવાની રાત્રે ઘરે ન આવતા તેની બહેને વોટ્સએપ ના મધ્યમથી શિવાની ને મેસેજ કર્યો.
  • આરિફે તેના જવાબ માં કહ્યું કે કામ માટે હરિદ્વારમાં ગઈ છું અને ત્રણ-ચાર દિવસ પછી આવીશ. આરિફે મેસેજ નો જવાબ એટલા માટે આપ્યો હતો કે કોઈને પણ શિવાનીની હત્યાની જાણકારી ન મળે.
  • આવા લોકોને સખત સજા થવી જોઈએ. આ અંગે તમારો અભિપ્રાય જણાવો.