સુશાંત સિંહ એ આત્મહત્યા કરી લીધી ત્યાર પછીથી બોલીવુડમાં ચાલી રહેલી ભત્રીજાવાદ બાબત માં ખુબ જ ચર્ચા થઈ રહી છે. નેપોટિઝમને ના મુદ્દા પર બોલિવૂડ ના કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર જેવા અનેક સ્ટાર્સ ઘેરાયેલા છે.
હાલની પરિસ્થિતિમાં પ્રિયંકા ચોપરા નો એક જૂનો ઇન્ટરવ્યૂ વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ માં તેની કારકિર્દીના શરૂઆતના દિવસો ફિલ્મી ઉદ્યોગમાં ચાલી રહેલી ભત્રીજાવાદ વિશે જણાવી રહી છે.
દેશી ગર્લ દરમિયાન તે જણાવે છે. કે તેની પાસેથી આ ફિલ્મો લેવામાં આવી હતી.
પોતાના જુના ઇન્ટરવ્યૂ તે નેપોટિઝમ નો ઉલ્લેખ કરે છે. અને કહે કે પોતાની પાસેથી આ ફિલ્મ લઈ લેવામાં આવી અને બીજા ને આપી દેવામાં આવી હતી.
આ વિડિઓ માં પ્રિયંકા ખુલ્લેઆમ ભત્રીજાવાદની બાબતે બોલતી જોવા મળી રહી છે. આ વિડિઓ માં તે કહે છે કે જેમને એક્ટીંગ વારસામાં મળી છે. તે કુટુંબમાં જન્મ લેવો ખોટું નથી.
આ ઉપરાંત તે કહે છે કે જે લોકોને પહેલા બોલિવૂડ દુનિયામાં હોઈ કોઈ સંબંધ નથી તેવા લોકોને ફિલ્મી દુનિયામાં આવવું ખુબ જ મુશ્કેલ છે.
અને પ્રિયંકાએ સ્ટાર કિડ્સ વિશે વાત કરતા કહ્યું હતું કે સ્ટાર કિડ્સ માટે પરિવારનું નામ જાળવવાનું દબાણ અલગ છે અને તેનું માનવું છે કે દરેક અભિનેતાની પોતાની અલગ કારકિર્દી હોય છે.
પ્રિયંકાએ કહ્યું હતું કે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો ખુબ જ મુશ્કેલીઓ સાથે વિતાવ્યા છે. તેને ઘણી ફિલ્મોમાંથી કાઢી પણ નાખવામાં આવતી હતી. કારણ કે તે ફિલ્મો માટે બીજાની ભલામણ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે હું ખુબ રડી પણ હતી. પછી મેં મારી જાતને સંભાળી અને આગળ વધી.
ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા એમ પણ કહે છે કે મને નિષ્ફળ જવાનો થોડો પણ ડર નોતો. પરંતુ તેની સાથે આવું ખોટું થાય છે ત્યારે મને ગુસ્સે પણ આવતો હતો. ફિલ્મી દુનિયા વિશે વાત કરતા તેમને કહ્યું હતું કે એક્ટરની જિંદગી મેરેથોન રેસ જેવી તેને જોય છે.
પ્રિયંકા એ કહ્યું હતું કે જ્યારે કોઈ પણ સેલિબ્રિટીની તબિયત ખરાબ થાય તો સેટ પર કામ કરતા 300 જેટલા દરેક લોકોને તે દિવસ ના પૈસા નથી મળતા. આવું પણ હોય છે.
પ્રિયંકા એ નેપોટિઝમ અને બોલિવૂડ ને જોડતા કહ્યું હતું કે આ બંને એકબીજા સાથે મળી ને ચાલે છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી એવા કલાકારો આવ્યા છે જે તેને તોડવામાં સફળ પણ થયા છે.
આવા કલાકારો પોતાની અલગ ઓળખ પણ બનાવે છે. અને આગળ પણ તેઓ આ મુદ્દે સતત પ્રયાસ કરતા રહે છે.
પ્રિયંકા એ પોતાના કારકિર્દીના શરૂઆત દિવસો વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમને શરૂઆતના સમયમાં ખૂબ મુશ્કેલી પડી હતી. તે ફિલ્મી દુનિયામાં કોઈ ને પણ ઓળખતી નહોતી. જયારે તે આવી. ત્યારે દરેક અહીં એક બીજાની મિત્ર હતા.
તેની નેટવર્કીંગ બહુ સારી નહોતી. અને ઘણી પાર્ટીઓમાં પણ નહોતી ગઈ. તેથી તેના માટે જ મુશ્કેલ હતું. ત્યાર પછી તેને સત્યનો સ્વીકાર કર્યો. અને વિચાર કરી લીધો હું આ બધી બાબતોથી ડરવાની નથી. પરંતુ હું તેમનો સામનો કરીશ. અને આગળ આવીશ.
0 Comments