ઉત્તરપ્રદેશ ની અંદર કન્નોજ માં એક મગજ માં તાવ ના કારણે બાળક નું મોત જિલ્લા હોસ્પિટલ માં થયું છે. મળતી માહિતી મુજબ, પરિવારના લોકો એ ડોક્ટરો એ લાપરવાહી નો આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત, તેમનું કેવું છે કે કોરોના ના ડર ના લીધે ઘણા સમય સુધી ડોક્ટરો એ તેને સ્પર્શતા પણ ના હતો. સમય પર તેનો ઈલાજ ન મળવાના કારણે તેમના બાળક નું મોત થયું છે. સીએમએસ એ પરિવાર ને ડેડબોડી આપી ઘરે મોકલી આપ્યા હતા.
સદર કોટવાલી વિસ્તારના રહેતા પ્રેમચંદ્રના ચાર વર્ષના પુત્ર અનુજ ને ઘણા દિવસ થી તાવ આવી રહ્યો હતો. આ દરમિયાન રવિવારે તાવ વધતા પરિવારે તેને લઇ ને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. પરંતુ લાંબા સમય સુધી અહીં થી ભટક્યા પછી તેને ઇમરજન્સી માં લઇ ગયા.
બાળક ની તબિયત ખુબ જ ગંભીર જણાતા ડો. વી.કે. શુક્લા એ તપાસ કર્યા બાદ બાળકો ના ડૉક્ટર પીએમ યાદવ પાસે મોકલી આપ્યા હતા. લાંબા સમય સુધી ભટક્યા પછી બાળક નું મોત નીપજ્યું હતું.
આ અંગે પરિવાર ના લોકોએ જિલ્લા હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પ્રેમચંદ્ર એ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો પર આરોપ લગાવ્યો હતો કે તેના બાળકને કોરોના ને કારણે સારવાર આપવામાં આવી નથી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
લગભગ અડધો કલાક સુધી હોબાળો મચાવ્યા હતો તુરબાદ પરિવાર ને સમજાવી મૃતદેહ સાથે તેના ઘરે મોકલી આપ્યો હતો. સીએમએસ ડોક્ટર યુસી ચતુર્વેદીએ જણાવ્યું કે બાળકને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી.
પરંતુ મગજ ના તાવ ને કારણે ડો પીએમ યાદવે બાળક ની તપાસ કરી અને કાનપુર લઇ જવાની સલાહ પણ આપી. સમયસર જિલ્લા હોસ્પિટલ માં ન લાવ્યા તેથી તેને કાનપુર મોકલી શકાયા નહિ. અમારા તરફ થી સારવાર માં કોઈ બેદરકારી નથી.
સીએમઓ ડો. કૃષ્ણ સ્વરૂપ એ કહ્યું હતું કે તેમને આ કેસ અંગે પુરી જાણકારી નથી. જો તેમના પિતા ફરિયાદ કરશે તો પછી તપાસ કરવામાં કરવામાં આવશે કે શું બન્યું હતું.
0 Comments