• ગાલવાન ઘાટીમાં થયેલા હુમલાના કારણે ભારત સરકાર દ્વારા ચાઇના ની વસ્તુ પર દબાણ વધ્યું છે. તેના કારણે ભારત સરકારે ટિકટોક જેવી ચાઈનાની એપ્સ બંધ કરવાનો વિચાર કર્યો છે. ભારત સરકારે એક અંદાજ મુજબ 59 એપ્સ બંધ કરી છે.
  • તેના આ નિર્ણય ના કારણે દેશ ના લોકો ખુશ થયા છે. આના કારણે ભારતમાં બનેલી કંપની ફાયદો થશે. આપણે વાત કરીયે તો હમણાં જ ભારતની એપ્સ ચિંગારી માં ડાઉનલોડ નો વધારો થયો હતો.
  • ચાનીજ એપ બંધ થવાથી ચાઇના ને ખુબ જ આર્થિક નુકસાન થશે. તેનો વિરોધ અત્યારે તેના ચેહરા પર સાફ જોવા મળી રહ્યો છે.
  • ચાઇના ની એપ્સ ટોકટોક બંધ થતા ભારતમાં બનેલી ચિંગારી માં લોકોની લોકપ્રિયતામાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ ઘણા મોટા મોટા લોકો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છેલ્લા 72 કલાક ની અંદર લગભગ 5 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે.
  • આ એક ખુબ જ સારી વાત છે. આનંદ મહિંદ્રા અને કેન્દ્ર સરકારની પ્રિન્સિપલ ઇકોનોમિક એડ્વાઇઝર જેવા લોકો આ એપ્સ ને ડાઉનલોડ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
  • થોડા દિવસ પેલા જ બાયકોટ ચાઇના અભિયાન જોર પકડતું હતું. તે સમયે ભારતની એપ્સ મીટ્રોન લોકોમાં ખુબ જ પ્રખ્યાત થઈ હતી. તેવી જ રીતે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • તેનાથી ભારતમાં બનેલી એપ્લિકેશન ને ફાયદો થશે. આ સ્વાભાવિક છે. મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ચિંગારી એપ્લિકેશ ટોકટોક જેવી જ છે. પરંતુ તેના કન્ટેન્ટ થોડા અલગ છે. તેજે તમે સરળતાથી ઉપયોગ કરી શકો. સૌથી અગત્યની વાત એ છે કે આ એપ્લિકેશન ભારતમાં બનેલી છે.
  • આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે મેં કોઈ દિવસ ટિકટોક ડાઉનલોડ કરી નથી. પણ હવે હું ચિંગારી એપ્લિકેશન ડાઉનલોડ કરીશ. આ ઉપરાંત તે કહે છે લોકો આ ડાઉનલોડ કરી શકે છે.
  • આ ભારતની પોતાની ટિકટોક છે. તમને જણાવી દઈએ કે ટિકટોક નો ઉપયોગ ભારતમાં ખુબ જ થાય છે. જેના કારણે લોકોને એવું એક પ્લેટફોર્મની જરૂર હતી તેથી આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આ એપ્લિકેશન ખુબ જ સારી પણ છે.
  • પીઇએ સંજીવ સન્યાલે પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે મેં કોઈ દિવસ ટિકટોક ડાઉનલોડ કરી નથી. પરંતુ હવે મેં ચિંગારી ડાઉનલોડ કરી છે. આ ખુબ જ સારું પ્લેટફોર્મ છે. તે મનોરંજન પૂરું પડે છે. હાલમાં ઘણા લોકો ચિંગારી ડાઉનલોડ કરવા માટે લોકોને કહી રહ્યા છે.
  • મળતી માહિતી મુજબ, ચિંગારી એપ્લિકેશન બેંગ્લોરમાં સુમિત ઘોસ અને બિશ્વતમા નાયક દ્વારા બનાવામાં આવી છે. અને અત્યાર સુધીમાં એક અંદાજ મુજબ લગભગ 25 લાખ લોકએ ડાઉનલોડ પણ કરી છે.
  • તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી સહિત 9 ભાષાઓમાં બનાવામાં આવી છે. આ એપ્લિકેશન ના બંને ઉદ્યોગસાહસિકો આ એપ્લિકેશન સુપર ભારતની એપ્લિકેશન માં ફેરવવા જેઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશન 2018 થી પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ હતી. પરંતુ હવે તેને લોકો ઓળખવા લાગ્યા છે.
  • આ એપ્લિકેશન થી આત્મનિર્ભર ભારત ને વેગ મળશે અને ભારતને ફાયદો થશે.