• ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ભારતીય સૈન્ય 20 જેટલા જવાનો શહીદ થયા હતા. શહીદ થયલા જવાનોમાં એક કર્નલ સંતોષ બાબુ પણ છે. તમને જણાવી દઈએ કે, સંતોષ બાબુની માતા પોતાના પુત્ર પર ગર્વ અનુભવે છે. 
  • તેલંગાણા રાજ્યના નલગોંડા જિલ્લામાંથી આવે છે સંતોષ બાબુ, સંતોષના શહીદ થયાના અહેવાલ મળતા તેમના ઘર તથા સમગ્ર શહેરની અંદર શોકનું વાતાવરણ સર્જાયું છે.
  • સંતોષની માતા મંજુલા કહે છે કે, મારા પુત્રના શહીદ થવા બદલ હું ગર્વ અનુભવું છું, કેમ કે તેણે પોતાની માતૃભૂમિ તથા પોતાના દેશ માટે બલિદાન આપ્યું છે.
  • હું દુઃખી એ વાતથી છું કે માતાએ પુત્રને ગુમાવિયો છે. આ ઉપરાંત સંતોષની માતા કહે છે કે સંતોષ મારો એક માત્ર પુત્ર હતો. તેથી હું ખૂબ જ દુઃખી છું. સંતોષની શહાદતનો સમાચાર મને બપોરે મળ્યા હતા, જ્યારે મારી પુત્રવધૂ (સંતોષની પત્ની) ને સવારે જ સમાચાર મળ્યા હતા.
  • તમને જણાવી દઈએ કે, પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં કર્નલ સંતોષ શહીદ થયા હતા. તેઓ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. અને 1.5 વર્ષથી દેશની રક્ષા કરવા માટે સરહદ પર તૈનાત હતા. તેમની ફેમિલીમાં માતા, પિતા, પત્ની, એક 9 વર્ષની પુત્રી અને 4 વર્ષ નો પુત્ર છે.
  • 9 વર્ષની પુત્રી પોતાના પિતા ના ફોટો સામે દીવો પ્રગટાવતી અને બે હાથ જોડી નમન કરતી જોવા મળી રહી છે. આ કરુણ દ્રશ્ય હોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ છે.
  • એલએસી પર ભારતીય સૈનિકો શહીદ થયાના અહેવાલ મળતા જ આખા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ અને આ દુઃખદ સમાચારે આખા દેશને આંચકો આપ્યો.
  • વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 6 જૂને સિનિયર કમાન્ડરોની એક અગત્યની બેઠક મળી હતી. આ મુદ્દાને હલ કરવા માટે આ બેઠક થઈ હતી. ચીનના કારણે આ બેઠકનો હલ નો થયો.
  • વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 15 જુનની રાતે ચીની સૈનિકો દ્વારા યથાવત્ પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો. એટલે ભારતીય સૈનિકોએ તેનો વિરોધ કર્યો. જેના કારણે બંને વચ્ચે હિંસક અથડામણ થઈ. આ અથડામણથી બંને પક્ષને નુકસાન થયું છે. આ સમગ્ર મામલે વડાપ્રધાનને માહિતી આપવામાં આવી હતી. 
  • દેશના વીર જવાનોને કોટિ કોટિ વંદન, જય હિન્દ