• સાવન મહિનો શરુ થવામાં થોવા દિવસો બાકી છે. ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું બધાના મનમાં વિચાર આવતા હોય છે. આવા સમય ખુબ જ ઝડપી બની જાય તથા ઉપવાસના દિવસે તેનો ઘરે જ આનંદ લો. 
  • આજે અમે તમને સાબુદાણા ના પાપડ કેવી રીતે બનાવવો તેની સરળ રીત આપીશું. તે એકદમ કડક અને એટલું જ સ્વાદિષ્ટ હોય છે.

  • સામગ્રી 
  • 200 ગ્રામ સાબુદાણા
  • 2 1/2 લિટર પાણી
  • 2 ચમચી ખારું મીઠું
  • 2 ચમચી ખાંડ
  • જલેબી નો રંગ
  • બનાવવાની રીત
  • સૌથી પહેલા સાબુદાણાને 4 થી 5 કલાક સુધી પાણી માં પલાળી રાખો.
  • ત્યાર બાદ એક વાસણ માં પાણી ઉકાળો. તેમાં સાબુદાણા નાખો. હવે તેમાં મીઠું અને ખાંડ ઉમેરો.
  • ધીમા તાપ પર આ મિશ્રણ ને હલાવતા રહો.
  • સાબુદાણા મિક્સ થઈ થાય ત્યારે જાડા થઈ જાય છે. ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
  • હવે આ મિશ્રણ ને બાહર એક વાસણ માં કાઢી લો. ત્યાર બાદ તેમાં જલેબી નો રંગ ઉમેરો.
  • હવે પ્લાસ્ટિકની કોથળી પાથરો. તેના પર ચમચી વડે મિશ્રણ નાખીને ફેલાવો.
  • મિશ્રણ ને ગોળાકાર આકાર આપો. કડકમાં સારી રીતે સુકાવા દયો.
  • ત્યારબાદ પ્લાસ્ટિકની કોથળી પર થી બધા પાપડ ને ઉખાડી લો અને એક વાસણ માં ભરી લો.
  • ઉપવાસના દિવસે તેને ગરમ તેલમાં ફ્રાય કરો.