• દેશમાં ઝડપથી વધી રહેલો કોરોના વાયરસ આવનારા સમય માં ટીબી સંબંધિત મૃત્યુ નું કારણ પણ બની શકે છે. એક અહેવાલમાં માં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સમય દરમિયાન પાંચ વર્ષ માં ટીબી ના દર્દીઓ ની સંખ્યા વધી જશે.
  • આરોગ્ય સેવાઓ માં વિક્ષેપ, નિદાન અને સારવાર માં મોડું થવાના કારણે ભારત માં 90000 ટીબી ના દર્દી ના મોત નું કારણ કોરોના બની શકે છે. કોરોના વાયરસ ની પહેલા દરરોજ આખા વિશ્વ માં 4000 થી વધુ લોકો ટીબી ના રોગ થી મૃત્યુ પામતા જોવા મળી રહ્યા છે.
  • હવે એવા દેશો કે જ્યાં આરોગ્ય સેવાઓ બંધ છે. ત્યાં ભય છે કે ટીબીના કેસો માં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
  • લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને લેન્કેસ્ટર યુનિવર્સિટીના સંશોધન કરો એ આશ્ચર્યજનક ખુલાસો કરતા કહ્યું કે આવતા પાંચ વર્ષો માં ચાઈના, ભારત અને દક્ષિણ આફ્રિકામાં ટીબી ના કારણે મૃત્યુ વધવાનો અંદાજ છે.
  • સંશોધનકારો એ અનુમાન લગાવ્યું કે લોકો માં સામાજિક અંતર ટીબી રોગ ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • સામાજિક અંતર ટીબી ને દૂર કરવામાં મદદ કરશે, કારણ કે કોરોના ની જેમ જ ટીબી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ હવામાં ટીપા દ્વારા એક બીજાને ચેપ લગાડે છે. જો કે એક રિપોર્ટ દરમિયાન જણાવ્યું હતું કે ટીબી ને વધતો રોકવા માટે સામાજિક અંતર મદદ રૂપ થશે તો પણ ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા માં 100,000 થી વધારે ટીબીના મૃત્યુનો અંદાજ છે.
  • એવા દેશો કે જ્યાં કોરોના વાયરસ થી આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી છે. ત્યાં ખરાબ પરિસ્થિતિ ની અપેક્ષા દેખાઈ રહી છે. આવા દેશમાં અનુમાન લગાવામાં આવ્યું છે કે ટીબી થી મૃત્યુઆંક 190000 સુધી વધી શકે છે.
  • એવો અનુમાન લગાવવામાં આવ્યો છે કે ટીબી ની સમસ્યા આવતા પાંચ વર્ષમાં વધી શકે છે. ટીમે આ પરિબળો ની અસર ટીબીના કેસો અને ત્રણ દેશો ચાઈના, ભારત અને દક્ષિણ આફ્રિકા માં અસર કરતા પરિબળો આધારે માપ્યા જે વૈશ્વિક ટીબીના આશરે 40% કેસો ધરાવે છે.
  • તેઓએ વિશ્વ માં ટીબી ના રોગ ના કેસો પર કોરોના વાયરસ ના પ્રભાવ અને 6 મહિના સુધી ચાલતા સામાજિક અંતર અને આરોગ્યસંભાળ માં વિક્ષેપો ને ધ્યાન માં રાખી એક અગત્યનું મોડલ તૈયાર કર્યું છે.
  •  જો આરોગ્ય સંભાળ ઘટશે તો આગામી પાંચ વર્ષ માં ટીબીના દર્દીઓ અને મૃત્યુનું પ્રમાણ વધશે.
  • મળતી માહિતી મુજબ, એલએસએચટીએમના ચેપી રોગ રોગશાસ્ત્રના સહાયક પ્રોફેસર ફિન મેક્યૂઈડ જણાવ્યું હતું કે સૌથો ચિંતા ની વાત એ છે કે આ દેશો માં કોરોના વાયરસ ના લીધે ટીબી ના દર્દીઓ ની સંભાળ અને સારવાર માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
  • હવે આ દર્દીઓ ની સંભાળ અને સારવાર માં ઘટાડો ના થઇ તેનું ધ્યાન રાખવાની ખુબ જ જરૂર છે. નહીંતર કોરોના વાઇરસ રોગચાળા ને સમાપ્ત કરવાની લડત માં ટીબી આપણા માટે નવી સમસ્યા બની શકે છે.