હાલમાં ભારત અને ચીન વચ્ચે આ દિવસો માં ભારે તકરાર ચાલી રહી છે. અને દેશ માં ચીની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે 1962 ના યુદ્ધ દરમિયાન પણ આવી જ પરિસ્થિતિઓ જોવા મળી હતી.
1962 ના યુદ્ધ દરમ્યાન પરિસ્થિતિ ખુબ જ ઝડપ થી બદલાઈ ગઈ હતી. આ અગાવ હિન્દી ચીની ભાઈ - ભાઈ ના નારાઓનો ઉપયોગ થતો હતો. જયારે 1962 માં હિન્દી ચીની બાય - બાય ના નારાઓનો ઉપયોગ કરવામાં આવ્યો.
તે સમયે દેશના ઉદ્યોગપતિ રતન ટાટા લગ્ન થવાના હતા. પરંતુ 82 વર્ષીય રતન ટાટા હજી પણ સિંગલ છે. એક ઇન્ટરવ્યૂ માં રતન ટાટા એ કહ્યું હતું કે તેને ઘણી તકો મળી. પરંતુ કોઈ ના કોઈ કારણોસર મારા લગ્ન ના થઇ શક્યા.
એક એવો જ કિસ્સો તેને થોડાક સમય પહેલા એક ઇન્ટરવ્યૂ માં શેર કર્યો હતો. જયારે રતન ટાટા અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા હતા.
તે દરમિયાન તે એક ચીની છોકરી ને ડેટ કરી રહ્યા હતા. અને બને એ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. પરંતુ ભારત ચીન યુદ્ધ ને કારણે તે લગ્ન કરી શક્યા નહિ.
ઇન્ટરવ્યૂમાં રતન ટાટા એ જણાવ્યું કે તે એક ચીની છોકરી ને પ્રેમ થયો હતો. અને લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું.
તે સમયે મેં વિચાર્યું કે ભારત જાવ અને થોડાક સમય માટે દાદા દાદી ની સંભાળ લવ તે બીમાર હતા અને સાથે ચીની પ્રેમિકા ને પણ સાથે લઈ જાવ પરંતુ ચીન સાથે ભારત ના યુદ્ધ ના કારણે તેના પરિવારે તેને ભારત આવવા દીધી નહિ. અને આ રીતે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો.
રતન ટાટા એ જણાવ્યું કે તેના બાળપણ નો સમયગાળો ખુબ સારો હતો. જો કે ત્યારે અમારા માતાપિતાના છુટાછેડા થયા હતા. જેના લીધે હું અને મારો ભાઈ પરેશાન રહેતા હતા.
આ બાબત ના લીધે સ્કૂલ માં રેગીગ પણ થતી હતી. મારી માતા એ બીજા લગ્ન કર્યા હતા. આવી સ્થિતિ સ્કૂલ ના બાળકો તેમના વિષે કઈ પણ કહેતા હતા. જો કે મારી દાદી એ કોઈ પણ પરિસ્થિતિ માં પોતાનું માન સમ્માન જાળવી રાખવાનું શીખવ્યું હતું.
રતન ટાટા સમજાવે છે કે મારા પિતા અને મારી વિચારસરણી સાવ અલગ જ હતી. જો મારે વાયોલિન વગાડવું હોઈ તો તે મને પિયાનો વગાડવાનું કહેતા.
મારે ભણવા માટે અમેરિકા જવું હતું તો એ મને બ્રિટેન મોકલવા માંગતા હતા. હું આર્કિટેક્ટ બનવા માંગતો હતો તો એ મને એન્જિનિયર બનાવ માંગતા હતા. પરંતુ મારી દાદી એ મને ખુબ ટેકો આપ્યો. હું એના લીધે જ અમેરિકા જય શક્યો.
0 Comments