કહેવાય છે કોઈ વ્યક્તિ ને અંદર થી કંઈક કરવાની જજબા હોય તો સખત મહેનત કરીને સફળતા મેળવે છે. મંજિલ ગમે તેટલી મુશ્કેલ હોય પણ સખત પરિશ્રમ થી સિદ્ધિ મેળવી શકાય છે. આજે અમે તમને નેત્રહીન IAS સતેન્દ્ર સિંહની વાત કરીયે છીએ.
યુ.પી.ના એક નાનકડા ગામ નો સતેન્દ્ર સિંહ ની આંખની રોશની નાની ઉંમર માં જ ચાલી ગઈ હતી. લોકોને વિશ્વાસ પણ ની હોય કે નેત્રહીન નાનો છોકરો એક દિવસ મોટી સિદ્ધિ મેળવશે. સતેન્દ્ર સિંહે એક ઇતિહાસ બનાવ્યો છે.
સતેન્દ્ર નો જન્મ યુપીના રજબપુર ગામમાં થયો હતો. તેના પિતા ખેતી કામ કરે છે. તેના માતા-પિતા વધારે ભણેલા નથી. ફક્ત 6 ધોરણ સુધીનો અભિયાસ અભ્યાસ કર્યો છે. તેના પિતા નું બાળપણ થી જ બાળકોને ખુબ ભણાવાનું સપનું હતું.
જ્યારે સતેન્દ્ર 1 વર્ષનો હતો ત્યારે તેને ન્યુમોનિયા થયો. તેમના પિતા તેમને નજીકના ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે ખોટું ઈન્જેક્શન આપવાના કારણે સતેન્દ્રની બંને આંખોની રોશની ચાલી ગઈ. તેની ખુબ દવા કરી પણ તેની આંખોની રોશની પછી આવી નથી.
આ આઘાત થી તેના પિતા પર દુઃખોનો પહાડ પડ્યો.
તે તેમને નજીકના ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે સતેન્દ્રને ખોટું ઈન્જેક્શન આપ્યું. ખોટા ઈન્જેક્શન લગાવીને બંને આંખોની નસો અવરોધિત થઈ ગઈ હતી અને આંખોની રોશની નષ્ટ થઈ ગઈ હતી. વિક્રમસિંહ ના પુત્રને ખૂબ જ સારવાર મળી. પરંતુ તે સ્વસ્થ થઈ શક્યો નહીં.
તે નાનપણથી જ ભણવા ખુબ હોશિયાર હતો. માતાપિતા વિચારતા હતા કે એક નેત્રહીન કઈ રીતે વાંચી શકે. આ પછી એક વ્યક્તિએ તેને અંધ બાળકોને સંસ્થા વિશે જણાવ્યું. તેના પિતા પણ તેમના દીકરાને ભણવામાં રસ જોઈને ખુબ ખુશ હતા.
સતેન્દ્રનો અભ્યાસ શરૂ થયો પરંતુ તેમના પિતા પાસે પૈસાની ખુબ જ તંગી હતી. પોતાના દીકરાને ભણાવા તેણે પોતાના પાળતુ પ્રાણીઓને પણ વેચી દીધા.
સતેન્દ્ર સખત મહેનત કરીને પીએચડી ની ડિગ્રી પણ મેળવી. પરંતુ તે ખુશ ન હતા. પોતાના પિતાનું સપનું પૂર્ણ કરવા આઈએએસ અધિકારી ની તૈયારી શરૂ કરી.
પ્રથમ વખત તેઓ નિષ્ફળ થયા. બીજી વખત પરીક્ષા વખતે તેની તબિયત બગડી. પરંતુ તેણે હિંમત હારી નહીં. ત્રીજી વાર પરીક્ષા આપી. તેઓ સફળ થયા.સતેન્દ્રસિંહે અભ્યાસ માટે સ્ક્રીન રીડિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા.
સિતેન્દ્રની સખત મહેનત અને દઢ વિશ્વાસ ના કારણે તેઓ સફળ થયા.
0 Comments