આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. મળતી માહિતી મુબજ, અત્યારે સુધી માં 79 લાખ લોકો આ વાઇરસના કારણે સંક્રમિત થયા છે અને આશરે 4.35 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
આખી દુનિયા માં કંપનીઓ કોરોના વાયરસ ની રસી બનાવામાં સામેલ છે. આવી સ્થિતિમાં ચીન ની એક કંપની સીનોવાક બાયોટેક એ દાવો કર્યો કે શરૂવાત ના તબક્કા માં તેમની રસી સફળ રહી છે. કંપની એ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કાના પરિણામો પણ સકારાત્મક આવ્યા છે.
બેઇજિંગ સ્થિત કંપનીએ જણાવ્યું કે રસીના બંને તબક્કા ના પરિણામો સારા આવ્યા છે. રસી ના બીજા તબક્કા માં 743 લોકો પર આ રસીનો પ્રયાસ કરાયો હતો. જેમની ઉંમર 18 થી 59 વર્ષ ની વચ્ચે હતી.
આ રસી બનાવતી કંપનીએ દાવો કર્યો છે કે પ્રથમ ચરણ માં 143 લોકો પર અને બીજા ચરણ માં 600 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ લોકો ને રસી ના બે ઈન્જેકશન અપાયા હતા. 14 દિવસ સુધી કોઈ પણ આડઅસર જોવા મળી નથી.
કંપનીએ કહ્યું હતું કે ટૂંક જ સમય માં આ રિપોર્ટ ને ચીનના નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેશનને આપવામાં આવશે. કંપની એ આ ડ્રગ નું નામ કોરોનવાક રાખ્યું છે.
કંપની ના સીઈઓ વેઈડોંગ ઈને જણાવ્યું કે બે તબક્કા માં જોવા મળ્યું કે કોરોનાવાંક સુરક્ષિત છે. અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે શકે છે.
સિનોવાકે પણ દાવો કર્યો છે કે રસી બનાવામાં તે ખુબ જ આગળ વધી ચુક્યા છે. તેની રસી 99% સુધી અસરકારક સાબિત થશે. બાયોટેક કંપની સિનોવેટનું કહેવું છે કે અમે રસી ના 100 મિલિયન ડોઝ બનવાનું હાલમાં લક્ષ્યાંક રાખેલું છે.
શૈક્ષણિક જર્નલ સાયન્સમાં પ્રકાશિત સંશોધન મુજબ, કંપનીએ આ રસીનું નામ "કોરોનાવેક" રાખ્યું છે. શરૂવાતી પરીક્ષણ માં જાણવા મળ્યું છે કે આ રસી વાંદરા ને કોરોના વાયરસથી સુરક્ષિત કરે છે.
આ શ્રેણી માં અમેરિકા ની પ્રખ્યાત બાયોટેક કંપની મોડર્ના જુલાઈ માં તેની રસીનું છેલ્લું સુનાવણી કરશે. તેઓ જુલાઈ માં આશરે 30000 લોકો પર આ રસી નું પરીક્ષણ કરશે.
આ દરમ્યાન કેટલાક લોકો ને વાસ્તવિક ડોઝ પણ આપવામાં આવશે અને કેટલાક લોકો ને ડમી ડોઝ આપવામાં આવશે. આ પછી તારણ કાઢવામાં આવશે કે ક્યાં લોકોને વધુ ચેપ લાગ્યો છે.
અમેરિકાની મોડર્ના થેરાપ્યુટિક્સ બાયોટેકનોલોજી કંપની કોરોનાની રસી બનાવી રહી છે અને એનું લક્ષ્ય એક એવી રસી બનવાનું છે જે લોકોની રોગ પ્રતિકારકશક્તિ માં વધારો કરી શકે. અને શરીર ને આ મહામારી સામે લડવાની ક્ષમતા આપે અને વ્યક્તિ પોતે કોરોના ને હરાવવા માટે સક્ષમ થાય.
0 Comments