• આજના સમયના વિશ્વ ના દરેક દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 
  • મળતી માહિતી મુજબ આ વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાન શહેરથી થઈ હતી.જયારે અમુક લોકો કહે છે કે ચીને આ વાયરસ પોતાની લેબોરેટમાં બનાવ્યો હતો અને પછી તેને દુનિયામાં અલગ અલગ દેશમાં ફેલાવ્યો હતો. 
  • મળતી માહિતી મુજબ હવે ચીનનું બીજું કાવતરું સામે આવ્યું છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે ચાઇના હવે સિંહોના હાડકાંથી બનાવેલી દવાનો વિશ્વમાં રોગચાળો ફેલાવી શકે છે. જો અને અત્યારથી કાબુ નો કરવામાં આવે તો ભવિષ્યમાં ખરાબ પરિણામો આવી શકે છે.
  • ચીનની અંદર ઘણા બધા દિવસોથી સિંહોના હાડકાં દવાઓ માટે ઉપયોગ થઈ રહ્યો છે. આ માટે દક્ષિણ આફ્રિકામાં સિંહોની જાતિ ને મારી નાખવામાં આવી રહી છે અને તેમના હાડકાંને ચીન માકલવામાં આવી રહ્યા છે.
  • આ બધી માહતી લોર્ડ એશક્રોફે હાલમાં તેના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે એમ પણ લખ્યું છે કે સિંહના હાડકાં માટે ચીન 2 લાખ 85 હજાર રૂપિયા આશરે ચૂકવે છે. આ ધંધાથી દક્ષિણ આફ્રિકા હાલમાં ઘણી કમાણી કરી રહ્યું છે.
  • મળતી માહિતી મુજબ, ચીન આ સિંહ ના હાડકામાંથી દવાઓ બનાવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ વાઇન અને ઘરેણાં બનાવામાં પણ થાય છે. પરંતુ લોર્ડ એશક્રોફ્ટના પુસ્તક દરમિયાન ચીન આ હાડકાંથી આગામી દિવસોમાં રોગચાળો ફેલાવશે.
  • એક બ્રિટીશ આર્મીના અધિકારીએ એક ટીમ બનાવી દક્ષિણ આફ્રિકામાં સિંહોના હાડકાંના આ ધંધાનું સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ સ્ટિંગ ઓપરેશન માં સિંહોને જે સ્થિતિના રાખવામાં આવે છે તે એક ચિંતાનો વિષય છે.
  • આ પુસ્તકની માહિતી મુજબ, ધનિક લોકો ને પૈસા આપવામાં આવે છે અને તેઓ પોતાના શોખ ખાતર તેને શિકાર કરે છે. ત્યાર પછી તેમના હાડકા કાઢી લેવામાં આવે છે.
  • સિંહોના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાનો રિવાજ અહીં નથી. એટલા માટે તેના હાડકાં સડે છે. પરંતુ જે પરિસ્થિતિ થી આ બધી પ્રક્રિયા કરવામાં આવે છે તે ખૂબ જ ડરામણી છે.
  • આ પુસ્તકની માહિતી મુજબ, જો આ સિંહોના હાડકાંમાં રોગચાળો ફેલાય તો તે ભયંકર રોગચાળો ફેલાશે આ ઉપરાંત તેને રોકવો અશક્ય થશે.