• ગૃહમંત્રી અમિતશાહ દ્વારા દિલ્હી માં વધતા કોરોના વાયરસ ને રોકવા માટે આજે અગત્યની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હી ના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. 
  • આ બેઠક દરમિયાન દિલ્હી માં કોરોના ફેલાતા કઈ રીતે રોકી શકાય તેના પર અગત્યની ચર્ચા કરવામાં આવી હતી.
  • આ બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિતશાહે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોરોના સામેની લડતમાં તમામ શક્ય મદદ ની ખાતરી આપી હતી. 
  • આ બેઠક પુરી થયા પછી અમિત શાહ એ ટ્વિટ કરી કે આજે આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. 
  • જેમાં દિલ્હી ના લોકો ને માટે કોરોના થી બચાવવા અને કોરોના સંક્ર્મણ ને રોકવા માટે અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. 
  • દિલ્હીમાં કોરોના ના કેસ ને ધ્યાન માં રાખી ને કેન્દ્ર સરકાર તાત્કાલિક દિલ્હી ને 500 રેલવે કોચ આપવા માટે જાહેરાત કરી છે અને આ કોચ નો ઉપયોગ પલંગ તરીકે કરવામાં આવશે. આ 500 કોચ માં 8000 જેટલા બેડ વધારશે. આ ઉપરાંત, તમામ બેડ કોરોના ચેપ સામે લાડવા માટે બધી જ સુવિધાઓથી સજ્જ હશે. 
  • દિલ્હીમાં કોરોના
  • દિલ્હીમાં કોરોના ફેલાવાને રોકવા માટે દિલ્હી સરકાર કન્ટેનમેન્ટ ઝોનના તમામ મકાનોમાં જઈને સર્વે કરી એક રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ 1 અઠવાડિયામાં આવશે અને દરેક વ્યક્તિ ના ફોન માં આરોગ્ય સેતુ એપ્લિકેશન પણ ઇન્સટોલ કરવામાં આવશે. અને દિલ્હી માં કોરોના ચેપ ને રોકવા આગામી 2 દિવસ માં કોરોના ના પરીક્ષણ બમણા કરવામાં કરવામાં આવશે અને 6 દિવસ પછી પરીક્ષણ 3 ગણા કરવામાં આવશે. 
  • દિલ્હી ના કન્ટેનમેન્ટ ઝોનમાં મતદાન મથક બનાવવા આવશે અને ત્યાં પરીક્ષણ ની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી વધુ ને વધુ ટેસ્ટ થઇ શકે અને જલ્દી રિઝલ્ટ મળે. 
  • દિલ્હીની નાની નાની હોસ્પિટલો માં કોરોના માટે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં મોદી સરકારે એઈમ્સમાં ટેલિફોનિક માર્ગદર્શન માટે વરિષ્ઠ ડોકટરોની એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. તેનો હેલ્પલાઇન નંબર કાલે બહાર પાડવામાં આવશે. 
  • આ ઉપરાંત કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને 5 વરિષ્ઠ અધિકારીઓ આપશે જે કોરોના ચેપ ને રોકવા માટે દિલ્હી સરકાર ની મદદ કરશે. 
  • ભારત સરકાર કોરોના સામે લાડવા માટે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, પલ્સ ઓક્સિમીટર અને અન્ય તમામ પ્રકારની આવશ્યકતાઓ જેવા સંસાધનો પહોંચાડવા માટે ખાતરી આપી છે. 
  • આ ઉપરાંત, અમિતશાહે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલો માં 60% ઓછા પૈસાની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, કોરોના સારવાર અને કોરોના પરીક્ષણ ભાવ નક્કી કરવા માટે ડો.પૌલ ની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ સોમવાર સુધીમાં પોતાનો અહેવાલ સરકારને આપી દેશે. 
  • આ અગત્યની બેઠક બાદ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે મળી ને આ મહામારી સામે લડીશું. જય હિન્દ