• ભારતની ગુપ્તચર એજન્સીઓએ સરકારને ચીન સાથે જોડાયેલી 52 એપ્લિકેશન ની માહિતી આપી છે. આ ઉપરાંત તેને કહ્યું કે આ એપ્લિકેશન પર પ્રતિબંધ કરો અથવા તો લોકોને તેનો ઉપયોગ બંધ કરવાનું કહો. ગુપ્તચર એજન્સીઓ કહી રહ્યા છે કે લોકોના ડેટા આ એપ્લિકેશન ની અંદર સલામત નથી. તેઓ લોકો ના ડેટા ચોરીને બહાર મોકલી શકે છે.
  • મળતી માહિતી મુજબ, આ લિસ્ટમાં કેટલીક પ્રસિધ્ધિત એપ્લિકેશન પણ છે. જેવી કે ઝૂમ, યુસી બ્રાઉઝર, ઝેંડર, ટોકટોક, ક્લીન-માસ્ટર વગેરે આવી ઘણી બધી એપ્લિકેશન છે.
  • ભારતીય સુરક્ષા માટે આ એપ્લિકેશન સુરક્ષિત હોઈ શકે નહીં. આ માટે હાલમાં ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત તમને કહ્યું હતું કે દરેક મોબાઇલ એપ્લિકેશન સાથે સંકળાયેલા પરિમાણો નું ટેસ્ટિંગ તથા જોખમનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
  • જાણી લો આ ચીની એપ્લિકેશન ના નામ. 
  • સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, સરકારી કામકાજમાં વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ એપ્લિકેશન ની માહિતી ભારતની ગુપ્તચર એજન્સીઓએ આપી હતી કે આ એપ્લિકેશન માં સરકારનો ડેટા સુરક્ષિત નથી.
  • માહિતી માટે તમને જણાવી દઈએ કે ઝૂમ એપ્લિકેશન ફક્ત ભારત જ નહીં બીજા દેશોએ પણ પ્રતિબંધ લાગ્યો છે. તાઇવાન, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો આ એપ્લિકેશન નો પહેલા પ્રતિબંધ લાગ્યો છે. 
  • આ પહેલા પણ સુરક્ષા એજન્સીઓ ડેટાની સુરક્ષા અંગે સવાલો કર્યા હતા. ત્યારે નામાંકિત કંપની તેનો ઇનકાર કરતી રહી હતી. જેવી કે ટિક્ટોક.