• લગભગ બધા લોકોએ બોલીવુડની ફિલ્મ "નાયક" તો જોઇ હશે. આ ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂરે એક અગત્યનું પાત્ર ભજવ્યું છે. તમને બધાને ખબર જ હશે. આ ફિલ્મમાં તે એક દિવસના CM નું ભૂમિકા ભજવે છે. શું રીયલ લાઈફ માં આવું થઈ શકે?
  • એવો જ એક કિસ્સો રીયલ લાઈફ માં પણ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે દસમા ધોરણની વિદ્યાર્થીની સાથે પણ એવો જ એક કિસ્સો બન્યો છે. જેવી રીતે ફિલ્મ માં એક દિવસના મુખ્ય પ્રધાન નું પાત્ર ભજવે છે તેવી જ રીતે આ વિદ્યાર્થીની એ એસ.ડી.એમ ની ખુરશી પર બેસીને એક દિવસના બધા કર્યો પર્ણ કર્યા હતા. 
  • આ એક સાધારણ પ્યુન ની દીકરી છે. તેનું નામ હિના ઠાકુર છે અને તેની ઉંમર 15 વર્ષ છે. તમને જણાવી દઈએ આ છોકરી હિમાચલ પ્રદેશના કાંગરા ની રહેવાસી છે. 
  • દસમા ધોરણમાં 94% આવવા બદલ તે વિસ્તાનના એસડીએમ ના સાહેબ ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેને ભેટ ના રૂપમાં 1 દિવસ માટે એસડીએમ ખુરશી પર દેસાડવામાં આવી હતી અને તેને તે દિવસના બધા કામ પૂર્ણ કર્યા હતા.
  • 15 વર્ષની આ નાનકડી યુવતી એસડીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ કાંગરા એસડીએમ ઓફિસમાં બેઠેલા લોકોના તમામ કાર્યો સંભાળવામાં મશગૂલ હતી. જ્યારે લોકોને ખબર પડી આ એક પટાવાળાની પુત્રી છે. અને આ દીકરીએ 10 માં ધોરણમાં 94% મેળવ્યા છે. ત્યારે લોકોને આ નાની છોકરી પર ખૂબ ગર્વ થયો.
  • પ્યુન દીકરીએ એસડીએમ સાહેબ સાથે વાર્તાલાપ કર્યો અને આ વાર્તાલાપ દરમિયાન પ્યુન દીકરીએ જણાવ્યું હતું કે તેનું સપનું આઈએએસ અધિકારી બનવાનું છે. અને આઈએએસ અધિકારી બન્યા બાદ તે જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને મદદ કરવા માંગે છે. 
  • જ્યારે એસડીએમ સાહેબે આ યુવતીને 1 દિવસનું એસડીએમ પદ સંભાળવા માટે આપ્યું ત્યારે તેની ખુશી નો કાંઈ પાર નો રહ્યો. અને જ્યારે એસડીએમ સાહેબે આ પગલું ભર્યું ત્યારે તેના પિતા ખુબ જ ખુશ થયા. એસ.ડી.એમ.સાહેબે કહ્યું કે આ યુવતી એક દિવસ ચોક્કસપણે તેનું સ્વપ્ન પૂર્ણ કરશે અને તેના પિતાનું નામે રોશન કરશે.
  • હિના ઠાકુર પણ એક દિવસીય એસડીએમ ની ખુરશી પર બેસીને ખુબ જ ખુશ થઈ. અને તેને નીડરતાથી એક દિવસના બધા કામ પૂર્ણ કર્યા. હિના ઠાકુરે કહ્યું હતું કે હું મારુ સપનું પૂર્ણ કરવા માટે સખત મહેનત કરીશ અને નિશ્ચિતરૂપે હું મારુ સપનું પૂર્ણ કરીશ. 
  • તમને જણાવી દઈએ કે, તેના પિતા તે જ એસડીએમ ઓફિસમાં પ્યુન તરીકે કામ કરે છે. ધનીય છે ભારત દેશ આવી શૂરવીર દીકરીથી.