કહેવામાં આવે છે, કે સફળતા એને જ મળે જે સખત મહેનત કરે છે. એજ લોકો પોતાનું લક્ષ્ય પૂર્ણ કરે છે. જે સખત મહેનત કરે છે. અને આવા લોકોને કોઈ પણ સફળ થવાથી રોકી શકતું નથી.
આનું જીવંત ઉદાહરણ મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં જોવા મળે છે. જ્યાં સ્કૂલ ના બાળકો માટે રીક્ષાચલાક નો પુત્ર ધવન સાર્થક શશીકાંત ભારતીય સૈન્ય એકેડમી માં પાસ થઇ ગયો છે અને ભારતીય સૈન્ય નો અધિકારી બન્યો છે. ચાલો જાણીયે રિક્ષાચાલક ના પુત્ર ધવન ની મહેનત ની કહાની.
ધવનના પિતા રિક્ષા ચલાવી ગુજરાન કરે છે.
ધવન સાર્થક ના પિતા રીક્ષા ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેમાંથી મળતી આવક માંથી તે પોતાના પરિવાર નું ભરણ પોષણ કરે છે. ધવન ની માતા થોડાક વર્ષો પહેલા માર્ગ અકસ્માત માં દુઃખદ અવસાન થયું હતું.
ધવન ના પિતા ઇચ્છતા હતા કે ધવન સારી રીતે અભ્યાસ કરે. ધવન ના અભ્યાસ માટે પિતાએ સખત મહેનત કરી અને બધી મહેનત ધવન ના શિક્ષણ પર મૂકી.
તેના પરિણામે તેનો પુત્ર આર્મી ઓફિસર બની ગયો છે. ધવન ના પિતા માત્ર તેને ભણાવતા જ નહિ પણ સાથે સાથે પરિવારનું ભરણપોષણ પણ કરતા હતા.
પિતા રિક્ષાચાલક હતા તેથી ઘર માં પૈસા ની તંગી હતી. પરંતુ તેમને ક્યારેય તેમના પરિવાર ને આ તંગી મહેસુસ થવા દીધી નથી. પરિવાર ની દરેક જરૂરિયાત પોતાની ક્ષમતા અનુસાર પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો.
ધવન સાર્થક કહે છે કે હું સારો અભ્યાસ કરી શકું તે માટે મારા પિતા એ મને સારી શાળા માં પ્રવેશ મેળવ્યો. જયારે હું એનડીએમાં જોડાયો ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ હતો. આજે મારો પરિવાર મારી સાથે નથી, છતાં પણ મારા પરિવાર ની પ્રાર્થના હમેશા મારી સાથે હતી.
કોરોના વૈશ્વિક રોગચાળાને કારણે લોકડાઉન સમયે કોઈ પણ કેડેટના પરિવારોને ભારતીય લશ્કરી એકેડેમીના પાસિંગ આઉટ સમારોહમાં બોલાવવામાં આવ્યા ન હતા. ધવનનો પરિવાર પણ આ એપિસોડમાં ભાગ લઈ શક્યો નહીં.
તમને જણાવી દઈએ કે, ભારતીય સૈન્ય એકેડેમીમાંથી કુલ 423 જવાનો પાસ થયા છે. આમાં ધવન સાર્થક પણ શામેલ છે. આર્મી ઓફિસર ધવન સાર્થકે જણાવ્યું હતું કે મારું બાળપણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું છે. પરંતુ મારા પિતાનો પ્રયાસ હતો કે તેનું નામ પ્રકાશ કરવામાં આવે અને આજે મેં તે કર્યું.
ધવને કહયું હતું કે મારી મહેનત પાછળ મારા પરિવારનો હાથ છે અને પરિવાર ની મહેનત મને પ્રેરણા આપે છે. તેમને કહયું કે મારા પરિવાર ને મારા પાર મોટી આશા હતી અને આજે હું એ આશા પર ખરો ઉતર્યો શું.
ધવને કહયું કે એ જરૂરી નથી કે રાજા ના ઘરે જન્મે એને જ રાજા બનવું જોઈએ. પરંતુ આપણે આપણા જીવન માં એક સારા યોદ્ધા થવું જોઈએ.
0 Comments