મધ્યપ્રદેશની આ નાની છોકરી ગીત કૌર રાતોરાત બોલીવુડ ડાન્સિંગ સ્ટાર બની ગઈ છે. ગીત કૌરની ઉંમર 6 વર્ષ છે.
ગીત કૌરનો આ ડાન્સ વીડિયો બોલિવૂડના સુપરસ્ટાર હૃતિક રોશન ને પસંદ આવ્યો હતો અને તેને પોતાના ટ્વિટ્ટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરવામાં છે. ત્યાર પછી બોલિવૂડની અનેક હસ્તીઓ પણ આ વીડિયો જોયો અને ટ્વિટ કર્યો. જોતા જોતા માં ડાન્સ નો વિડિઓ બોલિવૂડ માં છવાય ગયો હતો.
બોલિવૂડના એક જાણીતા કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિને આ વિડિઓ ખુબ જ પસંદ આવ્યો હતો અને ગીત કૌરને પોતાની ફિલ્મમાં લેવાની પણ ઘોષણા કરી દીધી છે.
ગીત કૌર ડાન્સનો વીડિઓ ટ્વિટ કર્યો હતો. સમય જતા આ વિડિઓ ખુબ જ વાઇરલ થયો હતો. આ વિડિઓ એક જ દિવસમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ જોયો હતો.
ત્યાર બાદ, સોશિયલ મીડિયા પર આ છોકરી છવાઈ ગઈ. ઘણી પ્રખ્યાત સમાચાર ચેનલો અને અખબારોમાં ગીત કૌર ધૂમ મચાવી દીધી. બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિને આ વિડિઓ જોયા પછી નાની છોકરીને તેની આગામી ફિલ્મમાં લઈ જવાની જાહેરાત કરી.
કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિન સિવાય બોલીવુડની ઘણી અન્ય હસ્તીઓ જેમ કે રેમો ડિસુઝાએ પણ ગીતની નૃત્ય કુશળતાની ખુબ જ પ્રશંસા કરી હતી. આ નાની છોકરીએ પોતાના શહેર રતલામના વ્યોમ ડાન્સ સ્ટુડિયોમાં ડાન્સની તાલીમ લીધી છે.
મળતી માહિતી મુજબ, વ્યોમ ડાન્સ ક્લાસના સંચાલક કહ્યું હતું કે, આ ગીત કૌર દોઢ વર્ષથી અહીં ડાન્સ ની તાલીમ લઈ રહી છે. થોડા દિવસો પહેલા ચાલી રહેલા લોકડાઉનમાં તેના માતા-પિતાએ વિડિઓ અપલોડ કર્યો હતો.
0 Comments