• સરકાર કોરોના વાયરસ ના ચેપ ને રોકવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. પરંતુ આ ચેપ અટકવાનું નામ જ નથી લેતો. મળતી માહિતી મુજબ, ભારત માં પણ આ ચેપ થી લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. 
  • આ દરમિયાન યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ યોગપીઠે દાવો કર્યો છે કે તેમની કંપની એ કોરોના ની સારવાર માટે આર્યુવેદીક દવા બનાવી લીધી છે. આજે 12 વાગ્યે એનું લોકાર્પણ કરવામાં આવશે.
  • પતંજલિ કમ્પની ના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરી ને જણાવ્યું કે આ દવા સાશારી વાટી કોરોનિલ છે. જે આજે લોન્ચ કરવામાં આવશે.
  • આ ઉપરાંત, આચાર્ય બાલકૃષ્ણે ટ્વીટ માં કહ્યું કે આ અમારે માટે ગર્વ ની પળો છે કે અમેં કોરોના ને રોકવા માટે સૌથી પહેલા આયુર્વેદિક દવા લાવવા જય રહ્યા છીએ. આજે 12 વાગ્યે હરિદ્વારના પતંજલિ યોગપીઠ પરથી તેને લોન્ચ કરવામાં આવશે. 
  • ગયા મહિના ની શરૂવાત માં બાલકૃષ્ણે મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેમની કંપનીએ એક આર્યુવેદીક દવા શોધી કાઢી છે. જે 5 થી 14 દિવસ માં દર્દી ને સ્વસ્થ કરશે. તેમને ટ્વિટ માં જણાવ્યું કે તેઓ આ દવા ના સંપૂર્ણ સાયન્ટિફિક પુરાવા સાથે 12 વાગ્યે હરિદ્વારની પતંજલિ યોગપીઠ પરથી લોન્ચ કરશે.
  • અમે કોરોના ચેપ ને રોકવા માટે વૈજ્ઞાનિકો ની એક ટીમ બનાવી છે. જે પહેલા સિમ્યુલેશન્સ કરી જરૂરી સંયોજનો ને ઓળખ્યા જે કોરોના વાયરસ સામે લડશે અને શરીર માં ફેલાતો અટકાવે છે. 
  • આ પછી અમે સેંકડો કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લિનિકલ પરીક્ષણો કર્યા અને અભ્યાસ પછી અમને 100% પરિણામો મળ્યા છે. અમારી દવા લીધા પછી દર્દી 5 થી 14 દિવસ માં સ્વસ્થ થઇ ગયા છે અને તેમના કોરોના ના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. 
  • આ બધા તારણો પરથી કહી શકાય કે કોરોના ની સારવાર આર્યુવેદથી કરી શકાય છે. આ વિષે ની સંપૂર્ણ સચોટ માહિતી અને આંકડા જાહેર કરીશું.
  • આ ઉપરાંત, આચાર્ય બાલકૃષ્ણ એ કહ્યું કે લોકોને યોગા કરવા જોઈએ અને પોતાને સ્વસ્થ રહેવું જોઈએ અને સંતુલિત આહાર લેવો જોઈએ. જેથી કરી તેમના શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા સારી રહે.
  • સૂત્રો દ્વારા મળતી માહતી મુજબ, જાણવાનું કે મંગળવારે કોરોના વાઇરસ 14990 નવા કેસો નોંધ્યા હતા. ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 440215 થઇ ગઈ છે. 
  • આ જ સમયે કોરોના વાયરસ ના કારણે છેલ્લા 24 કલાક ની અંદર 312 દર્દીઓ ના મોત નિપજ્યા છે અને અત્યાર સુધીમાં મૃત્યુ ની સંખ્યા નો કુલ આંકડો 14011 થઇ ગયો છે.