સુશાંત સિંહ એ આત્મહત્યા કર્યા પછી ઇન્ડસ્ટ્રી નું એક પછી એક કાળું સચ્ચ ભાર આવી રહ્યું છે. હવે ફક્ત ફિલ્મ જગત જ નહિ પરંતુ સંગીત જગત માં પણ આશ્ચર્યજનક નામો અને આક્ષેપો સામે આવી રહ્યા છે.
થોડાક દિવસ પહેલા સિંગર સોનુ નિગમે મ્યુઝીક ઇન્ડસ્ટ્રી પર માફિયાગીરી નો આરોપ લગાવ્યો હતો. સોનુ નિગમ એ વિડીયો માં સીધું જ કહ્યું હતું કે અહીં પણ નેપોટિઝ્મ છે. કાલે કોઈ ગાયક અથવા તો કોઈ સંગીત કર પણ આત્મહત્યા જેવું કદમ ઉપાડી શકે છે.
આ દરમિયાન સોનુ નિગમ એ ફરી એકવાર એક વિડીયો શેર કર્યો છે.
વિડીયો માં સોનુ નિગમે જે કહ્યું તે સાંભળી ને તમે આશ્ચર્યચકિત થઇ જશો. તેને સીધું જ નામ લઇ ને કીધું કે ટી-સીરીઝના માલિક ભૂષણકુમાર ને સંગીત જગત ના માફિયા ગણાવ્યા હતા. અને કહ્યું કે મારે સામે ના પડતા મારી પાસે સબૂત છે.
આ ઉપરાંત તમને કહ્યું હતું કે લાતો કે ભૂત બાતોં સે નહિ માનતે વિડીયો માં સોનુ એ જે કહ્યું તે કેટલાક મોટા વિવાદ નું સ્વરૂપ લઇ શકે છે. આ વિડિઓ ઇન્ડસ્ટ્રી માં ધમાલ કરી શકે છે.
આ ઉપરાંત તમણે કહ્યું હતું કે, મેં આ પહેલા કોઈ નું નામ લીધું ના હતું અને ફક્ત પ્રેમથી કહ્યું હતું ખાલી પ્રેમ થી કીધું હતું કે નવા લોકો જે આવી રહ્યા છે તમને સાથે પ્રેમ થી રહેવું જોઈએ.
લોકો આપઘાત કરે પછી તેના વિચે વિચારવા કરતા પહેલા થી જ વાતાવરણ સારું કરી લેવું જોઈએ પરંતુ અહીં અમુક લોકો માફિયા છે. તે માફિયાની રીતે જ વિચારે છે. તેથી તેને મારી સામે 6 મહાન લોકો ને ઇન્ટરવ્યુ આપવા કહ્યું હતું.
આ પેલા કોઈનું નામ લીધું નથી તો મારુ નામ લેવામાં આવે છે અને સમાચાર માં પણ પ્રચારિત કરવામાં આવી રહ્યું છે. હવે આ 6 મહાન લોકો જેમાંથી ઘણા મારી નજીક છે.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં થતા ત્રાસ વિષે હંમેશા અમારી વચ્ચે વાતો થતી રહે છે. પરંતુ હવે તેઓએ કંઈક અલગ કહેવું પડશે. સોનુ એ આગળ કહેતા કીધું હતું કે હું કેટલાક મીડિયા ના લોકોને કહેવા માંગુ છું કે આ કોઈ પ્રચાર નથી કે મજાક ચાલતી નથી.
અહીં કોઈના ભવિષ્ય ની વાત છે. તેથી મારી સામે નકારાત્મક સમાચાર પ્રચારિત કરી ને શું મળશે. હું સાચું હોય એ જ કવ છું.
મળતી માહિતી મુજબ, સોનુ નિગમે ટી-સિરીઝના મલિક ભૂષણ કુમાર વિષે અનેક ખુલાશા કર્યા હતા. આ ઉપરાંત, સિંગરે કહ્યું હતું કે ભૂષણ કુમાર તમે ખોટા માણસ સાથે ભટકાયા છો.તમે એ સમય ભૂલી ગયા છો.
જે સમયે તમે ભાઈ ભાઈ કરી મારા ઘરે આવતા હતા. ભાઈ આ આલ્બમ કરી દો. ભાઈ સ્મિતા ઠાકર સાથે મારો પરિચય કરાવો ને. બાલ ઠાકરે સાહેબ સાથે મારો પરિચય કરવો ને. ભાઈ અબુ સાલેમ થી મને બચાવી લ્યો.
આ ઉપરાંત તમણે કહ્યું હતું કે, તેનો વિડીયો મારી પાસે છે. હવે જો મારી સાથે લડાઈ કરી તો હું આ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મૂકીશ અને પુરી ખુશી થી નાખીશ.
ટી-સિરીઝ તરફ થી હાલમાં આ વિષે કોઈ નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે સોનુ નિગમે આની આગળ ના વિડીયો માં પણ ઘણા ખુલાસા કર્યા હતા.
0 Comments