• કોરોના વાયરસની રસી શોધવા માટે આખી દુનિયા ના નિષ્ણાતો થતા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ લિસ્ટ માં ભારત પણ સામેલ છે. 
  •  જ્યાં સુધી તેની કોઈ રસી કે દવા ન મળે ત્યાં સુધી આપણે થોડીક સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. જેમ કે સામાજિક અંતર રાખવું. માસ્ક પહેરવું અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું જોઈએ.
  • મળતી માહિતી મુજબ, ભારતની ડો. સંધ્યા રામાનાથન જે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં પ્રેક્ટિસ કરે છે. તેને કોરોના ને સંબધિત મહત્વપૂર્ણ માહિતી લોકો સાથે શેર કરી, જે કોરોના વાયરસ થી બચવા માટે મદદરૂપ છે. 
  • ડૉક્ટર સંધ્યાએ પલ્સ ઓક્સિમીટર નામના એક મશીન વિષે જણાવ્યું છે જેની મદદ થી તે આપણા શરીર માં ઓક્સિજનનું સ્તર જાણી શકાય. જેનાથી શરીર નું આરોગ્ય અને ચેપ વિષે તાત્કાલિક જાણી શકાય છે. 
  • પલ્સ ઓક્સિમીટર ખુબ જ નાના કાદનું મશીન છે. જે દર્દી ની આંગળી માં રાખવામાં આવે છે. જે નાડી અને લોહી માં ઓક્સિજનનું પ્રમાણ બતાવે છે.
  • આ અંગે નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે આ મશીન દર્દીઓમાં કોવિડ ન્યુમોનિયા બતાવે છે. આ રોગ કોરોના વાયરસ વાળા દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. 
  • આ ઉપરાંત ડૉક્ટર સંધ્યા સ્વાસ્થ્યવર્ધક આહાર લેવા અને વિટામિન સી, ડી અને જસતનો સમાવેશ કરવા સૂચના આપી છે જે લોકો ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

  • કોરોના ને લગતી આ અગત્યની માહિતી આપણા માટે ખુબ જ મહત્વ ની છે. લોકો સુધી આ માહિતી પહોંચાડો અને તેમને જાગૃત કરો.