ભારત માં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ છેલ્લા 24 કલાક માં 17 હજાર 296 નવા કેસ જોવા મળ્યા છે. અને 407 લોકો મૃત્યુ આ કોરોના ના લીધે થયા છે.
તમને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધી માં કોરોના ના 4.9 લાખ કેસ નોંધાયા છે. અને અત્યાર સુધી માં 15000 થી વધુ મોત નિપજ્યા છે.
આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી 2.8 લાખ થી વધારે દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે 1.8 લાખ થી વધારે લોકોની સારવાર હાલમાં ચાલી રહી છે.
ભારત માં રિકવરી રેટ 58.2% એ પહોંચ્યો છે. એનો મતલબ કે 100 લોકો એ 58 લોકો રિકવર થઇ રહ્યા છે.
એક આંકડા મુજબ, અત્યાર સુધીમાં 77.76 લાખ થી વધુ પરીક્ષણો થયા છે.
ભારત માં અત્યાર સુધી માં 77.76 લાખ થી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. દેશ માં દરરોજ 2 લાખ થી વધારે પરીક્ષણો થાય છે. છેલ્લા 24 કલાક માં 2,15,446 પરીક્ષણો થયા છે. આ દરમિયાન 17 હજાર 296 લોકો નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
મધ્યપ્રદેશ માં નવા 147 કેસો આવ્યા છે. તેની સાથે જ મદયપ્રદેશ માં કુલ કેસ લગભગ 12,595 થઇ ગયા છે. જેમાંથી 9619 દર્દીઓ સજા થઇ ગયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત માં 577 નવા કેસ નોંધાયા છે. કેસ ની કુલ સંખ્યા 29,578 થઇ ગઈ છે. ગુજરાત માં મૃતકો નો આંકડો તમને જણાવીએ તો વધી ને 1754 પર પહોંચી ગયો છે.
હરિયાણા ની અંદર કોરોના ના 453 નવા કેસ આવ્યા છે. તેની સાથે જ હરિયાણા માં કુલ કેસ 12463 થઇ ગયા છે.
રાજસ્થાન માં કુલ 287 નવા કેસ આવ્યા છે. ત્યારબાદ ત્યાં કુલ કેસ બધી ને 16295 પર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક માં 4 મૃત્યુ થયા છે. અત્યાર સુધી માં રાજસ્થાન માં કુલ 379 લોકો ના મોત નિપજ્યા છે.
પંજાબ માં 142 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ કુલ કેસ ની સંખ્યા 4769 પર પહોંચી ગઈ છે.
દિલ્હી ની વાત કરીયે તો, છેલ્લા 24 કલાક માં દિલ્હી માં 3390 કેસ નોંધાયા છે. દિલ્હી માં કુલ કેસ ની સંખ્યા 73,780 થઇ ગઈ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, દિલ્હી માં મોત નો આંકડો 2429 પર પહોંચી ગયો છે. દિલ્હી માં છેલ્લા 24 કલાક માં 64 દર્દીઓના મોત નિપજ્યા છે.
મહારાષ્ટ્ર માં 24 કલાક માં કોરોના 4841 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્ર કુલ કોરોના ના કેસ ની સંખ્યા વધી ને 1,47,741 થઇ ગઈ છે. આ ઉપરાંત, રાજ્ય માં કુલ 77,453 દર્દીઓ સાજા થયા છે. જયારે એકટીવ કેસ ની સંખ્યા 63,342 છે. મહારાષ્ટ્ર માં એક દિવસ માં 192 લોકો ના મોત થયા છે. અને મૃત્યો નો કુલ આંકડો 6931 પર પહોંચી ગયો છે.
0 Comments