જન્માક્ષરનું આપણા જીવનમાં એક અગત્યનો ભાગ છે. જન્માક્ષર આપણા ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે રચાય છે. ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આપણા જીવનની કુંડળી નોકરી, વ્યવસાય, આરોગ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત માહિતી આપે છે.
મેષ રાશિ
નોકરી-ધંધા ની અંદર પરિવર્તન જોવા મળશે. વિવાહિત જીવનમાં સહકારની ભાવનાથી પ્રેમ ઉત્પન્ન થશે. રોમેન્ટિક સંબંધોમાં નવી ગતિ મળી શકે છે.
વૃષભ રાશિ
નવું શીખવાની તક મળશે. મહેનતનાં તમને સારા પરિણામો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. સખત મહેનતની તાકાત પર, તમે તમારી જાતને બધું સ્વીકારશો.
મિથુન રાશિ
પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. તમારા જીવનસાથી સાથે ધાર્મિક સ્થળે જઈ શકો છો. આનંદ સાથે દિવસ પસાર થશે. વેપારમાં રોકાણ માટે તમારો સમય સારો છે. તમારા મિત્રો સાથે યાદગાર સમય પસાર કરી શકો છો.
કર્ક રાશિ
જીવનમાં તમને અપાર સફળતા મળી શકે છે. ધન, સન્માન, ખ્યાતિ વધશે. નોકરી કરનારા લોકો માટેસારી તકો મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. પરિવાર માટે અગત્યના નિણયો લઈ શકો છો. તમારી પ્રસંશા થઈ શકે છે.
સિંહ રાશિ
તમારી લગ્ન જીવન સારી રહશે. વાંચવાનો અને લખવાનો સારો સમય છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. લોકો પ્રત્યે તમારું વર્તન સારું રહશે. રોકાણ માં ફાયદો થશે.
કન્યા રાશિ
કાર્ય અને વ્યવસાયમાં લાભ મળશે. નાની મોટી ઈજાઓ થઈ શકે. કાળજી રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહશે. કોઈ તમારા વખાણ કરે તો સાવધ રહેવું.
તુલા રાશિ
સખત મહેનત થી ઇચ્છિત પરિણામ મેળવી શકો. લગ્ન જીવન સારું રહશે. યોગ્ય નિર્ણય લઈ શકો તથા હકારાત્મક વિચારો આવી શકે. પરિવાર તરફથી સારા સમાચાર મેળવી શકો. જીવનમાં પરિવર્તન આવી શકે.
વૃશ્ચિક રાશિ
સમસ્યાઓ નો હલ કરી શકો છો. તમારી પ્રગતિ થઈ શકે. કપાળ ઉપર ચંદન તિલક લગાવો, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. પ્રેમ સંબંધો સારા રહે.
ધન રાશિ
મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો. સામાજિક દરજ્જો અને પ્રતિષ્ઠા માં વધારો થાય. ઘરમાં મહેમાનો આવવાથી સારું વાતાવરણ રહે. પારિવારિક જીવનમાં સારું રહે.
મકર રાશિ
આર્થિક સ્થિતિ સારી રહે. અટકેલા પૈસા પાછા આવી શકે. આવકના નવા નવા સ્ત્રોત ઉત્પન્ન થાય. જીવનસાથી સાથે પ્રેમ માં વધારો થાય. અમુક બાબતો પર ધ્યાન આપવું પડે.
કુંભ રાશિ
તમારું કાર્ય યોગ્ય સમયે પૂર્ણ થાય. સફળતાથી સફળતા મેળવી શકાય. માતાપિતા સાથે અણબનાવ બની શકે. જીવનસાથી સાથે સારું રહે. યોગ્ય લાભ મળી શકે.
મીન રાશિ
જમીન, મકાનો, વાહનોની ખરીદી કરી શકો. જીવનસાથી સાથે સારું રહે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. નવા કાર્ય ની શરૂઆત થઈ શકે.
0 Comments