કોરોના વાયરસ અત્યારે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસ નો સૌથી ખરાબ ભાગ એ છે કે તે સામાન્ય તાવ ફલૂ કરતા ખુબ ઝડપથી ફેલાય છે.
કોરોના થી બચવા સામાજિક અંતર પર રાખવા પર ભાર મુકવામાં આવી રહયો છે. કોરોના ને લઈ ને લોકો એટલા સંવેદનશીલ છે કે લોકો આત્મહત્યા જેવા ગંભીર પગલાં લે છે.
ગુરુવારે હરિયાણાના અંબાલાની મેડિકલ કોલેજ ના બાથરૂમ માં આત્મહત્યા આ દ્રશ્ય જોવા મળ્યો હતો. હરિયાણા યમુનાનગર ના જગાધરી સેક્ટર 17 માં રહેતા 55 વર્ષ વ્યક્તિ એ આત્મહત્યા કરી હતી.
મૃતક ને 13 જૂન ના રોજ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તબિયત ખરાબ થવાના કારણે તેને યમુનાનગર ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતકે તેના શર્ટ અને પેન્ટ વડે બાથરૂમની અંદર આત્મહત્યા કરી હતી. તેમને આત્મહત્યા પહેલા તેમના પરિવાર ને સંદેશ મોકલ્યો હતો કે અંતિમ સંસ્કાર સમયે દરેક જણ મારાથી 10 ફૂટ દૂર રહેજો.
પોલીસે કહ્યા મુજબ મૃતક એ કોરોના પોઝિટિવ હોવાના કારણે તેમના પરિવાર ને પણ આઇસોલેટ કર્યા હતા.
શરૂવાતી તપાસમાં પોલીસ ને જાણવા મળ્યું છે કે દર્દી કોરોના ના ડર ને કારણે આત્મહત્યા કરી છે. બીજી તરફ આ ઘટના થી વહીવટ તંત્રમાં હલચલ મચી ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઉંડી તપાસ કરી રહી છે.
તાજેતર માં દિલ્હી ના દ્વારકામાં 56 વર્ષીય આઈઆરએસ શિવરાજસિંહે કોરોના ના ડરથી આત્મહત્યા કરી હતી. પરંતુ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તે એકદમ ડરી ગયા આથી તેને પોતાની કારમાં બેસીને એસિડ પી ને આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ તે ઈચ્છતો ન હતો કે કોરોના ના લીધે તેનો પરિવારજનો મુશ્કેલીમાં મુકાય.
ભારત માં કોરોના ના કેસ 3 લાખ 80 હજાર થી વધુ કેસ છે. તેમાંથી 2 લાખ 5 હજાર લોકોને કોરોના ને હરાવી ને સ્વસ્થ થયા છે. તે જ સમયે આ વાયરસ ને કારણે 12,573 લોકોના મોત નીપજ્યું છે.
કેટલીક ખાસ નિયમો અનુસરી સ્થિતિ થી જાહેર જીવન સામાન્ય બન્યું છે. તેથી દરેક ને આ વાયરસ થી સાવચેત રહેવાની જરૂર છે જો કે તેનાથી ગભરાશો નહિ અને યોગ્ય સારવાર કરો.
0 Comments