• ભગવાન શિવજી નો 11 મો રુદ્રા અવતાર હનુમાન દાદા ને માનવામાં આવે છે. હનુમાનજી ભક્તોની પુકાર સાંભળે છે. અને દુઃખો દૂર કરે છે. આજના સમયના હનુમાનજી અમર દેવ પણ માનવામાં આવે છે.
  • ઘણા મંદિરોમાં ભક્તો પોતાના દુ: ખ અને દર્દો લઈને છે અને હનુમાનજીને તેમની બધી મુશ્કેલીઓથી મુક્તિ પણ આપે છે. 
  • આજે આપણે હનુમાનજી ના એવા તીરથ સ્થળ ની વાત કરીયે છીએ જ્યાં સંકટ મોચન હનુમાન જી વસે છે. એવું જાણવામાં મળી રહ્યું છે કે આ સ્થળ પર લંકા દહન પછી ગરમીથી રાહત મળી હતી.
  • અહીં ચિત્રકૂટમાં હનુમાનજી નું મંદિર છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પર્વત ની વચ્ચે આ મંદિર આવેલું છે. તે એક પર્વતની મદદથી હનુમાન જીની વિશાળ મૂર્તિની આગળ સ્થિત છે. મૂર્તિ ની સામે જળકુંઢ આવેલું છે તેમાં સતત પાણી ભરાયેલું રહે છે અને આ પાણી નો પ્રવાહ હનુમાન જીને સ્પર્શે કરે છે. તેથી આ મંદિર ને હનુમાન ધારા મંદિર તરીખે ઓળખવામાં આવે છે.
  • અહીં મહાબાલી હનુમાનજી ના આ મંદિર વિશે એવી માન્યતા છે કે જ્યારે મહાબલી હનુમાનજી એ રાવણની લંકામાં પોતાની પૂંછડી થી આગ લગાવી ત્યારે તે તેની પૂંછડીનો અગ્નિ બુઝાવવા આ સ્થળે આવ્યા હતા. જેને હનુમાન ધારા કહે છે. 
  • આ મંદિર એક ચમત્કારિક પવિત્ર યાત્રા ધામ છે. જે હનુમાનજીની મૂર્તિની પૂંછડી સ્નાન કર્યા પછી પર્વતમાંથી બહાર આવે છે અને તળાવમાં જાય છે. 
  • અહીં ના લોકોની જણાવીઆ પ્રમાણે, જ્યારે હનુમાનજીએ તેની પૂંછડીથી આગ લગાવી ત્યારે તેની પૂંછડી ખૂબ પીડા થઈ હતી અને મહાબલી હનુમાનજીએ શ્રી રામજીને તેમની દાઝી ગયેલી પૂંછડીનો ઇલાજ કરવા માટે પ્રાર્થના કરી. ત્યારે શ્રી રામજીએ પોતાના તીર વડે આ સ્થાન પર પવિત્ર પ્રવાહને ટકોર કર્યો જે હનુમાનજીની પૂંછડી પર પડ્યો અને તેની પૂંછડીનો દુખાવો ઓછો કર્યો.
  • આ સ્થળ પર શ્રી રામ ભાગવાનું એક મંદિર પણ છે. અહીં હનુમાનજીના દર્શન કરતા પહેલા ભક્તો નીચેના તળાવના પાણીમાં હાથ મોઢું ધોવે છે. મળતી માહતી મુજબ, થોડા વર્ષો પહેલા પંચમુખી હનુમાનજી અહીં દેખાયા હતા. 
  • એવું કહેવામાં આવે છે છે અહીંના જળનો સેવન કરવાથી ભક્તોના તમામ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થાય છે, હનુમાન ધારા મંદિરની આસપાસ ઘણા મનોહર સ્થળો પણ આવેલા છે.