• આપણા દેશમાં ઘણા બધા ચમત્કારો જોવા અથવા સાંભળવા મળે છે. આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેના ચમત્કારો દેશ-વિદેશોમાં ખુબ જ પ્રખ્યાત થયેલા છે. તમે પણ આવા અનેક મંદિરના ચમત્કાર વિશે સાંભળ્યું પણ હશે.
  • આજે આપણે ભગવાન શિવના અવા જ ચમત્કારિક મંદિર વિશે વાત કરવાના છીએ. જેની નામના દેશ વિદેશોમાં ખુબ જ પ્રખ્યાત છે. હજારો લોકો દરરોજ આ મંદિરોની મુલાકાત લે છે. મળતી માહિતી મુબજ એવું કહેવામાં આવી રહીયુ છે કે આ શિવલિંગની નજીક ગયા પછી તે તુલસીના પાંદડાની સુગંધ આવે છે.
  • આપણા દેશમાં ઘણી વાર આવી કોઈ ઘટના સાંભળવામાં મળી રહી હોય છે. આ ઘટના સાંભળતા લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે.
  • ભારત દેશમાં છત્તીસગઢ ના સિરસપુરમાં એક ખોદકામ દરમિયાન એક શિવલિંગ બહાર આવ્યું.જેનાથી લોકો ખૂબ આશ્ચર્યચકિત થયા. શિવલિંગની વિશેષ વાત એ હતી કે આ શિવલિંગે જાનેયુ પહેરેલું હતું અને આ ઉપરાંત કેટલાક સિક્કાઓ અને તાંબાની તકતીઓ પણ મળી આવી હતી.
  • આ ઉપરાંત અનેક વાસણો અને શિલાલેખો પણ મળી આવ્યા હતા. એક અગત્યની વાત એ છે કે શિવલિંગની ઉપર પટ્ટાઓ બનાવવામાં આવ્યા છે.
  • આ વિસ્તાર માં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે પુરાતત્ત્વ વિભાગ ને જોવા મળ્યું હતું આ દુર્લભ શિવલિંગ. જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને શિવલિંગ ને જોવા માટે લોકોની ખુબ જ ભીડ એકઠી થઈ હતી. જ્યારે લોકો આ શિવલિંગની નજીક જતા હતા ત્યારે તુલસીના પાંદડાઓની સુગંધ આવતી હતી.
  • આ શિવલિંગની લંબાઈ લગભગ 4 ફુટ જેટલી છે. પુરાતત્ત્વીય વિભાગ મળતી માહિતી મુજબ આ શિવલિંગ લગભગ 2000 વર્ષ જૂનું હોવાનું જણાવી રહિયા છે. દેશ-વિદેશ થી લોકો અહીં આ શિવલિંગની મુલાકાત લેવા માટે આવે છે. 
  • એવું કહેવામાં આવે છે કે આ સ્થળ પર ઘણા વર્ષો પહેલા ત્યાં એક ખુબ જ મોટું મંદિર હતું. આ મંદિર પૂરના કારણે નાશ પામ્યું હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર નું નિર્માણ સર્ભપુરીય રાજાઓ દ્વારા બનાવામાં આવ્યું હતું.
  • આ વિસ્તારમાં જૂની સંસ્કૃતિનો ઇતિહાસ છુપાયો છે. જ્યારે આ શિવલિંગ ખોદકામ દરમિયાન બહાર આવ્યું ત્યારે લોકોના ટોળોઓ દર્શન કરવા માટે આવવા લાગ્યા.
  • આ શિવલિંગથી તુલસીના પાંદડાની સુગંધ એક ચમત્કાર એક ચમત્કાર થી ઓછી નથી. આ શિવલિંગથી તુલસીના પાંદડાની સુગંધ કેમ આવે છે? હજી પણ તેના વિશે કોઈ જાણકારી મળી નથી. લોકો તેને ભગવાન શિવનો ચમત્કાર માને છે અને લોકો દૂર-દૂરથી તેના દર્શન કરવા માટે આવે છે.