.થોડાક દિવસો થી કેરળ માં સર્ગભા હાથણી ની હત્યા લઈ ને માનવજાત ના ક્રૂર વલણ ને લઈ ને ખુબ જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ જ્યાં ખરાબ લોકો છે. ત્યાં સારા લોકો પણ હોય છે.
તાજેતર માં જ ભારતીય સેના ના જવાનો એક સર્ગભા હિરણ નું જીવન બચાવતી તસવીરો વાઇરલ થઇ છે જે તે વાત નો પુરાવો આપે છે કે સમાજ માં સારા લોકો પણ છે.
એક સર્ગભા હિરણ નદીમાં ડૂબી રહ્યું હતું
હકીકત માં આ મામલો અરુણાચલ પ્રદેશ નો છે. જ્યાં જીડીગ ખો નદીમાં એક સર્ગભા હિરણ નદીમાં સુખી રહ્યું હતું. ભારતીય સેના ના જવાનો ની એક ટીમ ત્યાંથી પસાર થઇ રહી હતી ત્યારે તેમની નજર આ હરણ પણ પડી અને તેમને તરત જ આ હરણ નો જીવ બચાવાનું નક્કી કર્યું અને સૈનિકો નદીમાં જઈ ને ડૂબતા હિરણ ને બચાવી લીધું.
હિરણ નો જીવ બચાવ્યા પછી તરત જ જવાનો એ તે વિસ્તારના વન વિભાગ ને જાણ આપી હતી. જેમને સર્ગભા હરણ ની પ્રાથમિક સારવાર લીધી અને તેને ઇગલ્સ નેસ્ટ વન્યપ્રાણી અભ્યારણ માં છોડી દીધી.
ડૂબતા હરણ ને બચાવવા બદલ ભારતીય સૈનિકો ની ખુબ જ પ્રશંસા થઇ રહી છે અને આ ઘટના 2 જૂનના રોજ ઘટી હતી જેની જાણકારી પોતાના ટ્વિટ્ટર એકાઉન્ટ ના માધ્યમથી આપી છે.
એમને ટવીટ માં જણાવ્યું કે 2 જૂને ભારતીય સૈન્ય ના જવાનો એ એક સર્ગભા હિરણ ને જીડીગ ખો નદીમાં ડુબતું બચાવ્યું હતું અને તેની પ્રાથમિક સારવાર આપી તેને ઇગલ્સ નેસ્ટ વન્યપ્રાણી અભયારણ્યમાં છોડી મુકવામાં આવ્યું હતું.
વધુ માહિતી માટે તમને જણાવીએ કે 'બાર્કિંગ હરણ' નામની આ પ્રજાતિ લુપ્ત થવાની આરે છે.
આ હરણને બાર્કિંગ હરણ કહેવાય છે કારણ કે જયારે તેમને તેમની આસપાસ કોઈ શિકારી દેખાઈ ત્યારે તે કુતરાની જેમ ભસવાનું શરૂ કરે છે. તેથી તેમનું નામ બાર્કિંગ હરણ રાખવામાં આવ્યું છે.
સર્ગભા હરણ ને નદીમાં ડુબતું બચાવતા ભારતીય સૈન્ય ની આ તસ્વીર સોશ્યિલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે અને લોકો નું કહેવું છે કે પ્રાણીઓના જીવન નું પણ મહત્વ છે. આપણે પણ ભારતીય જવાનો પાસેથી શીખવું જોઈએ.લોકો એમ પણ કહી રહ્યા છે કે ભારતીય સૈન્ય અદભુત છે. તેમના કારણે આપણે માથું ગર્વ થી ઉંચુ કરી શકીયે છીએ.
તમને આ ચિત્ર કેવું લાગ્યું ટિપ્પણી કરી ને જણાવો આશા છે કે અપને પણ ભારતીય સૈનિકો પાસેથી કંઈક શીખી શકીશું અને પ્રાણીઓના લાભ માટે આગળ આવીશું. જો તમે પણ તમારી આસપાસ પ્રાણીઓ પર અત્યાચાર થતો જણાઈ તો તેની સામે અવાજ ઉઠાવજો. જય હિન્દ, જય ભારત.
0 Comments