• અત્યાર સુધી આપણે રાજકારણ માં ભત્રીજાવાદ વિષે ઘણું સાંભળવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. ત્યાર થી બૉલીવુડ માં પણ ભત્રીજાવાદ વિશે ચર્ચા એ જોર પકડ્યું છે.
  • ફિલ્મ નિર્માતા કરણ જોહર ની લોકપ્રિયતા માં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
  • એક માહિતી મુજબ, કરણ જોહર ઘમંડ તોડવાનું કામ જો કોઈએ કર્યું હોઈ તો તે અજય દેવગન છે. જયારે જયારે કરણ જોહરે પરિણામ વિશે વિચાર્યા વગર અજય દેવગન સાથે લડાઈ કરી છે. ત્યારે કરણ જોહર ને નાક રગડવાની ફરજ પડી છે.
  • જયારે અજય દેવગન એ દ્રશ્યમ ફિલ્મ થી વાપસી કરી હતી અને એક ફિલ્મ દિગ્દર્શક તરીકે તેઓ શિવાય ને રિલીઝ કરી હતી. ત્યારે તે મૂવી કરણ જોહરની એ દિલ હૈ મુશ્કિલ સાથે રિલીઝ થઇ હતી. શિવાય ને બાજી મારી લીધી હતી. લોકોએ આ મૂવી ને ખુબ જ પસંદ કરી હતી.
  • કમલ રાશિદ ખાન કે જે કેઆરકે નામ થી ફિલમ જગત માં જાણીતા બન્યા છે.તેમને એક ઓડિયો બહાર પડી ને જણાવ્યું કે પૈસા લઇ ને તેને અજય દેવગન ની ફિલ્મ શિવમ ની નિંદા કરાવી હતી અને તેને એ દિલ હૈ મુશ્કિલ ની પ્રશંસા કરાવી હતી. આ બનાવ બન્યા બાદ અજય દેવગન સામે આવ્યા હતા.
  • અજય દેવગને તેના જવાબમાં કહ્યું હતું કે કેઆરકે જેવા લોકો બૉલીવુડ માં નકારાત્મકતા જેવા વિચારો ફેલાવી રહ્યા છે. તમને કહ્યું હતું કે આ બધું જોઈને મને ખુબ દુઃખ થાય છે. આવા લોકો બીજા પાસે થી પૈસા લે છે અને બૉલીવુડ નું ચરિત્ર ખરાબ કરે છે.
  • ખુબ જ દુઃખ ની વાત છે કે આમના જ ઉદ્યોગ ના અમુક લોકો આવા લોકો મદદ કરે છે. આવા લોકોની તપાસ ખુબ જ કરવાની જરૂર છે.
  • આવી જ રીતે અજય દેવગન દરેક વખતે જીત્યો હતા. અજય દેવગન ના નિવેદન ની દરેક જ લોકોએ પ્રશંસા કરી હતી. તેમની ફિલ્મ શિવાય પણ બોક્સ ઓફિસ દરમિયાન સારી એવી કમાણી કરી બતાવી હતી.
  • એ દિલ હે મુશ્કિલ પણ ચાલી પરંતુ લોકો ની નજર માં તે નિષ્ફ્ળ ગઈ હતી. તમને જણાવી દઈએ કે કરણ જોહરે કાજોલ દ્વારા અજય દેવગન પાસે માફી માંગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાજોલ એ તેની વાત પર ધ્યાન જ ના આપ્યું. છેલ્લે કરણ જોહરે હાર માનવી પડી. તેને તેના શો કોફી વિથ કરણમાં 3 વર્ષ પછી જાહેરમાં માફી માંગી હતી.
  • આવી જ રીતે અજય દેવગન ની ફિલ્મ સન ઓફ સરદાર અને યશ રાજ ની ફિલ્મ જબ તક હૈ જાન એક સાથે રિલીઝ થઇ હતી. બધા લોકો ને લાગતું હતું કે શાહરુખ ખાન અને યશ ચોપરા સામે આ ફિલ્મ ટકી નહીં શકે. પરંતુ તમને જણાવી દઈએ કે સન ઓફ સરદાર એ 125 કરોડ ની કમાણી કરી હતી.
  • બૉલીવુડ માં અજય દેવગન આટલો સારો અભિનેતા હોવા છતાં પણ અજય દેવગન ને યશ રાજ ફિલ્મ્સ દ્વારા અત્યાર સુધીમાં ક્યારેય તક આપવામાં આવી ન નથી.
  • તમને જણાવીએ કે મોટા પ્રોડકશન તેમનો અસ્વીકાર કરતા રહયા. છતાં પણ અજય દેવગને પોતાની પ્રતિભા ના જોરે તેમના કામ થી દરેક લોકોને ઉત્તમ જવાબ આપ્યો. જો સુશાંત સિંહ રાજપૂતે થોડીક હિંમત કરી હોત તો તે કરણ જોહર સહીત બીજા બધા મોટા પ્રોડકશન ને નાક રગડવા માટે મજબુર કરી શકે.