• હાલમાં કોરોના સામે લડવા માટે દેશભરમાં ચાર તબક્કા ની અંદર લોકડાઉન કરવામાં આવ્યું હતું. ચાર તબક્કા પુરા થયા પછી લોકડાઉન ના નિયમો હળવા કરવામાં આવ્યા હતા. આ બધું કાર્ય પછી પણ કોરોના ના કેસ વધવાનું બંધ થયું નથી. 
  • આ પરિસ્થિતિને કારણે લોકો પોતાના જરૂરી કાર્યો સિવાય બહાર નીકળતા નથી. તેવી જ રીતે, સેલિબ્રિટી પણ ઘરની બહાર નહિવત નીકળે છે. મળતી માહિતી મુજબ, સરકારે ફિલ્મો અને ટીવી સિરીયલોના શૂટિંગ ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે. 
  • પરંતુ હજી શુટીંગ શરૂ થયું નથી તથા ક્યારે થશે એ પણ કેવું હજી નક્કી નથી.
  • હાલમાં શુટીંગ બંધ હોવાના કારણે ઘણા કલાકારો અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, ટીવી કલાકારો હાલમાં આર્થિક મુશ્કેલીઓને લીધે સોશિયલ મીડિયા ના માધ્યમથી મદદ માટેની વિનંતી કરે છે. 
  • આવી જ એક પોસ્ટ રેણુકા શહાણે ફેસબુક પર લખી હતી. તેણે તેની ફ્રેન્ડ નૂપુર અલંકાર ની મદદ માટે વિનંતી કરી હતી. રેણુકા શહાણે ની આ પોસ્ટ જોયા બાદ અક્ષય કુમાર મદદ માટે સામે આવ્યો હતો. જાણીએ આખી આ બાબત.
  • ટીવી કલાકાર નૂપુર અલંકાર ની માતા બીમાર હતી. હાલમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓને કારણે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પૈસા ની તંગી હતી. નુપુર અલંકાર ની માતાને મદદ કરવા માટે અક્ષય કુમાર સામે આવ્યો હતો. 
  • આ પછી, નુપુર અલંકાર કહ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓને સમય માં મદદ કરવા માટે તમારો ખુબ ખુબ આભાર
  • અક્ષય કુમાર ની મદદ ના કારણે નુપુર અલંકાર ની માતા સ્વસ્થ થઈ ગઈ અને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. 
  • રેણુકા એ કહ્યું હતું કે અક્ષય કુમાર દરિયાદિલ માણસ છે. તેનો સ્વાભાવ પણ ખુબ સારો છે. હું ખુબ આભાર માનું છે મદદ કરવા બદલ. આ ઉપરાંત તમને કહ્યું હતું કે અક્ષય અને તેના પરિવાર ને દુનિયાની બધી ખુશીઓ અને સફળતા મળે તેવી હું પ્રાર્થના કરીશ.
  • રેણુકાએ પોસ્ટમાં લખ્યું હતું કે, મારી ફ્રેન્ડ વિકટ સમયમાંથી પસાર થઈ રહી છે. તેના પૈસા પીએમસી બેંક માં છે. પરંતુ બેંક પર ભ્રષ્ટાચારના આરોપ ના કારણે અટવાઈ ગયા છે. તેથી તે પૈસા ઉપાડી શકતી નથી. અને હાલમાં કોરોના ના કારણે શૂટિંગ બંધ છે.
  • અક્ષય કુમાર જેવા દરિયાદિલ લોકોનો ખુબ ખુબ આભાર. જે આર્થિક મુશ્કેલીઓ માં લોકોને મદદ કરે છે.