- ભારતીય અને ચીન સૈનિક વચ્ચે થયેલી અથડામણ માં ઘાયલ થયેલા ભારતીય સૈનિક સુરેન્દ્ર સિંહે એ તેના પરિવાર ને 15 જૂને સાંજે થયેલી આખી ઘટના જણાવી હતી. હાલ માં સુરેન્દ્ર સિંહ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ છે.
- ભારતીય સૈનિક સુરેન્દ્ર સિંહ જે રાજસ્થાન ના છે. તેને પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરતા જણાવ્યું કે ચીની સૈનિકો એ ગાલવાન ખીણમાંથી નીકળતી નદી ના કાંઠે ભારતીય સૈનિકો સાથે છેતરપિંડી કરી છે. આ અથડામણ લગભગ 5 કલાક ચાલી હતી.
- તમને જણાવી દઈએ કે આ અથડામણમાં ભારત ના 250 સૈનિકો અને ચીન ના 1 હજાર થી વધારે સૈનિકો સામેલ થયા હતા. ગલવાન ખીણ ની અંદર લગભગ 5 ફૂટ અંદર અંત્યત ઠંડા પાણી માં અથડામણ ચાલુ હતી. જ્યાંથી માત્ર 1 જ સૈનિક બહાર નીકળી શકતો હતો. તેથી ભારતીય સૈનિક ને ખુબ જ મુશ્કેલી વેઠવી પડી હતી.
- આ અથડામણ માં ચીની સેનાએ કાંટા અને ખિલ્લા લગાવેલી લાકડીઓ વડે ભારતીય સેના પર હુમલો કર્યો હતો. હકીકત માં ત્યાં ગ્લેશિયર હોવાને કારણે હથિયારો ની જગ્યા એ લાકડીઓ સાથે જ પેટ્રોલિંગ કરવામાં આવે છે. તદુપરાંત જયારે હુમલો થયો તે સમયે ભારત ના સૈનિકો પણ ઓછા હતા.
- સુરેન્દ્ર સિંહ ના પરિવાર ના લોકોએ જણાવ્યું હતું કે તે અત્યારે સ્વસ્થ છે તથા લદ્દાખની સૈનિક હોસ્પિટલ માં તેની સારવાર ચાલી રહી છે. તેના હાથ માં ફ્રેક્ચર અને માથાના ભાગે ડઝન જેટલા ટાકા આવ્યા છે.
- સુરેન્દ્વ ના કહેવા મુજબ પાંચ કલાક સુધી ઊંડા પાણી માં ચાલેલા સંઘર્ષના કારણે તેના માથામાં ઈજા થઇ હતી. અન્ય સૈનિકો એ તેને પાણીમાંથી બહાર નીકાળવામાં મદદ કરી હતી. ત્યાં સુધી તે સભાન હતો.
- ત્યાર પછી તેને લડાખ ની હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓ લગભગ 12 કલાક પછી ભાનમાં આવ્યા હતા.
- તમને જણાવી દઈએ કે, 15 જૂને ગાળવાં ખીણ માં ભારત અને ચીની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ માં ભારત ના 20 સૈનિકો શહીદ થયા છે અને ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકો ને લદાખની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- તમને જણાવી દઈએ કે, આ હિંસક અથડામણ ની શરૂઆત ચીની સૈનિકો એ કરી હતી. ચીની સૈનિકો ભારત ના સૈનિકો પર હુમલો કરવા પુરી તૈયારી સાથે આવ્યા હતા. પરંતુ ચીની સૈનિકો ને ખબર ન હતી કે ભારતીય સેના માં જજબા ની અને આ હિંસક અથડામણ માં ભારતીય સૈનિકો એ ચીની સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધા હતા.
- આ અથડામણ માં ચીન ના 40 થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા છે. જો કે ચીને હજી સુધી સત્તાવાર ખુલાસો કર્યો નથી કે તેના કેટલા સૈનિકો માર્યા ગયા છે. અને કેટલા ધાયલ થયા છે. પરંતુ ચીને જણાવ્યું છે કે આ હિંસક અથડામણ માં બને સેના ના જવાનો ને નુકશાન પહોંચ્યું છે.




0 Comments