લદ્દાખ માં ચાલી રહેલી હિંસક અથડામણ માં કર્નલ સંતોષ બાબુ શહીદ થયા છે. પ્રાપ્ત થી માહિતી મુજબ સંતોષ બાબુ ની પત્નીને સૂર્યપેટ જિલ્લાના નાયબ કલેક્ટર તરીકે નિયુક્ત નિયુક્તી કરવામાં આવી છે.
કર્નલ સંતોષ બાબુ રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. થોડા દિવસ પહેલા જ તેઓ ચીન સાથે હિંસક મુકાબલામાં દેશ માટે લડતા લડતા શહીદ થયા છે. લદ્દાખ માં ચાલી રહેલી હિંસક અથડામણ માં 20 જવાનો શહીદ થયા છે.
45 વર્ષ પેહલા પણ એક વાર આવી હિંસક અથડામણ બની હતી. મળતી માહિતી મુજબ સંતોષ બાબુ તેલંગાણાના સૂર્યપેટ રહેવાસી છે.
મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવે સંતોષ બાબુ ના પરિવારને સહાય ના રૂપે પાંચ કરોડ રૂપિયા તથા હૈદરાબાદમાં 600 યાર્ડની જમીનને વળતર તરીકે આપવાની ઘોષણા કરી છે. કર્નલ સંતોષ બાબુ 2004 થી સેનાએ માં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેમની કારકિર્દીમાં સૌથી પેહલા જમ્મુ કાશ્મીરમાં મુકવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવે પણ કર્નલ બાબુના પરિવારને પાંચ કરોડ રૂપિયા અને હૈદરાબાદમાં 600 યાર્ડની જમીનને વળતર તરીકે આપવાનું નક્કી કર્યું છે.
સોમવારે સીએમ પોતે શહીદ બાબુના ઘરે જશે અને પાંચ કરોડનો ચેક તેમની પત્નીને સોંપશે. કર્નલ સંતોષ બાબુને વર્ષ 2004 માં કાર્યરત કરવામાં આવ્યા હતા અને તેમની પ્રથમ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં થઈ હતી.
કર્નલ સંતોષ બાબુ નાની ઉંમર માં સેનામાં જોડાવા માટેનો માંગતા હતા. આ માટે તેણે આંધ્રપ્રદેશના વિઝિયાના ગામ જિલ્લાની સૈનિક સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. ખુબ જ ધૈર્ય અને દઢ વિશ્વાસ થી સખત મહેનત કરતા હતા.
તેમના પિતા પહેલા બેંક માં નોકરી કરતા હતા. હાલ તેઓ નિવૃત છે. તેમના પિતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાનપણ થી જ દેશની સેવા કરવાનું સપનું જોતા હતા. અને તેમને પોતાનું સપનું પૂર્ણ કર્યું.
0 Comments