• બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ મુંબઈ માં આત્મહત્યા કરી ત્યારથી બોલિવૂડ માં આ મામલો સૌથી વધારે ચર્ચિત રહ્યો છે. બૉલીવુડ ના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અભિનવ કશ્યપ દ્વારા
  •  તાજેતર માં એક ફેસબુક પોસ્ટમાં સલીમ ખાન અને તેના ત્રણ પુત્રો સલમાન ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાન પર એક અત્યંત ગંભીર આરોપ મુક્યા હતા. હાલમાં અભિનવ કશ્યપ દ્વારા બીજી ફેસબૂક પોસ્ટ મુકવામાં આવી છે. 
  • જેમાં તેને સલમાન ખાન ની ચેરિટી ફાઉન્ડેશન બીઇંગ હ્યુમન ને મની લોન્ડરિંગ નું હબ ગણાવ્યું હતું. બીઇંગ હ્યુમન નું નામ તો તમે લોકોએ સાંભળીયુ હશે.
  • સલમાન ખાન ની ચેરિટી બીઇંગ હ્યુમન બાબત માં અભિનવ કશ્યપે લખ્યું કે બીઇંગ હ્યુમન ચેરિટી ફાઉન્ડેશન ફક્ત એક પ્રદર્શન છે. 
  • દબંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન મેં જોયું કે મારી સામે જ 5 સાયકલ વહેંચાય રહી છે. પરંતુ બીજા જ દિવસે સમાચારમાં દાનવીર સલમાન તરફ થી 500 સાયકલ વહેંચવામાં આવી હોવાના સમાચાર મળ્યા. આ બધા જ પ્રયત્નો એટલા માટે કરવા માં આવે છે કે પેલાની સલમાન ખાન ની છબી થોડીક સુધારી શકાય.
  • આ બધું એટલે માટે કરવામાં આવે છે કે સલમાન ખાન વિરુદ્ધ ચાલી રહેલા કેસો ના ન્યાયાધીશો અને મીડિયા તેમની તરફ નરમાઇ વર્તે.
  • આ ઉપરાંત, અભિનવે કહ્યું છે કે આજે પણ બીઇંગ હ્યુમન લગભગ 500 રૂપિયા ની જીન્સ 5000 રૂપિયા ની આસપાસમાં વેચે છે. અને જાહેર જનતા સાથે એવું કરે છે. હકીકત માં આ લોકો નો હેતુ કશું આપવાનો નથી પરંતુ માત્ર લેવાનો છે. 
  • સરકારે બીઇંગ હ્યુમન નો પુરેપુરી તપાસ કરવી જોઈએ. અને આ મામલે જરૂર પડે તો હું પણ મારા તરફ થી પુરેપુરો સહયોગ આપીશ.
  • જયારે અભિનવ એ પહેલી પોસ્ટ ફેસબૂક માં મૂકી ત્યારે સલમાન ના પિતા સલીમખાને કહ્યું કે તે અભિનવ ની મૂર્ખ પોસ્ટ પર ટિપ્પણી કરી ને પોતાનો સમય બગાડવાનું પસંદ નહિ કરે તે જ સમયે અરબાઝ ખાન અને સોહેલ ખાને અભિનવ કશ્યપ ની પોસ્ટ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની વાત કરી હતી.
  • અભિનવ કશ્યપે પોતાની ફેસબૂક પોસ્ટ ના માધ્યમથી કહ્યું છે કે દબંગ 2 થી 10 વર્ષ પહેલા ની આ વાત છે સોહેલ ખાન અને અરબાઝ ખાન અને તેનો પરિવાર તરફથી તેને કાઢી નાખવામાં આવ્યો હતો. તેઓ ધમકી આપીને તેમની કારકિર્દી નો અંત લાવવા માંગતા હતા.
  • આ ઉપરાંત, અભિનવે આરોપ મુક્યો હતો કે અરબાઝ ખાને શ્રી અષ્ટવિનાયક ફિલ્મ સાથેના તેમના પ્રોજેક્ટસ પણ અટકાવ્યા હતા. શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સ તેમને સાઈનિંગ રકમ પાછી આપવા માટે મજબુર કર્યો હતો. 
  • અહેવાલ છે કે અરબાઝે અભિનવ ને દબંગ-2 ને ડાયરેક્ટ કરવા માટે બોલાવ્યો ત્યારે તેને સલમાન ને તેમાં દખલ ન કરવાની માંગ કરી હતી. જયારે સલમાન ને આ વાત કહેવામાં આવી ત્યારે તેને અરબાઝ ને આ ફિલ્મ ડાયરેક્ટ કરવી જોઈએ એમ કહ્યું હતું અને ત્યારપછી અભિનવ અને ખાન ભાઈઓ વચ્ચે વાતચીત પુરી થઇ ગઈ હતી.