મન માં કોઈ ચોક્કસ લક્ષ હોય અને કંઈક કરવાની ઈચ્છા હોય ત્યારે માર્ગ ની દરેક મુશ્કેલી સરળ લાગે છે. આવી જ એક કહાની છે પ્રિયંકા શુક્લા ની જે ડૉક્ટર માંથી આઈએ એસ અધિકારી બની હતી.
જેણે પોતાના જુસ્સા અને મેહનત કરી પોતાનો દરરજો પ્રાપ્ત કર્યો હતો. પ્રિયંકા માત્ર સોશ્યિલ મીડિયા પર જ લોકપ્રિય નથી, પરંતુ તે તમામ મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. ચાલો તમને જણાવીએ પ્રિયંકાની સંઘર્ષ અને પ્રેરણા દાયક જીવનશૈલીવિશે.
પ્રિયંકા બાળપણ થી ખુબ જ હોશિયાર છોકરી હતી. તેના પિતા તેને ડીએમ બનાવવા માંગતા હતા. પરંતુ અમુક સંજોગો ને ધ્યાન માં રાખી ને તેને તબીબી ક્ષેત્રે જવાનું પસંદ કર્યું.
2006 માં તેને કિંગ જ્યોર્જની મેડિકલ યુનિવર્સિટી લખનૌ થી એમબીબીએસ ની ડિગ્રી મેળવી અને લખનૌમાં જ પોતાની ડોક્ટરી પ્રેકટીસ ચાલુ કરી હતી. આ સમય દરમ્યાન તેની સાથે એક ઘટના બની હતી. જેને આઈએએસ અધિકારી બનવાની પ્રેરણા આપી હતી.
લખનૌમાં પ્રેકટીસ કરતી વખતે, પ્રિયંકા એક વખત ચેકઅપ માટે ગરીબ વિસ્તાર માં ગઈ હતી. જ્યાં તેને એક મહિલાને ગંદુ પાણી પિતા જોઈ અને તે તેના બાળકો ને પણ ગંદુ પાણી પીવડાવી રહી હતી.
જયારે પ્રિયંકા એ તેમને ગંદુ પાણી પીવાની ના પાડી ત્યારે મહિલા એ જવાબ માં કહ્યું કે તમે ક્યાંય ના કલેક્ટર છો? આ શબ્દો પ્રિયંકા ના મગજ માં સ્થાયી થઇ ગયા અને તેને પોતાના મગજ ની અંદર કલેકટર બનવાનું નક્કી કરી લીધું.
સમાજ ને સુધારવા અને ઝુપડપટ્ટીવાસીઓ ની પરિસ્થિતિનો બદલવા આઈ.એ.એસ. નો અભ્યાસ કર્યો અને યુ.પી.એસ.સી. ની પરીક્ષા આપી. જો કે તે પહેલી વખત પરીક્ષા માં નિષ્ફળ ગઈ. પરંતુ તેમને હાર માની ન હતી અને પરીક્ષા ફરી થી દીધી હતી. જેમાં તે સારા રેન્ક સાથે પાસ થયા હતા.
મળતી માહિતી મુજબ, પ્રિયંકાને તેના સારા કામ માટે ઘણા એવોર્ડ મળ્યા છે. 2011 ની વસ્તી ગણતરી વખતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વતી તેમને શ્રેષ્ઠ સેવા માટે સેન્સર સિલ્વર મેડલ એવોર્ડ મળ્યો હતો.
આટલું જ નહિ પણ તેને સાક્ષરતાના માં ક્ષેત્રે કરેલા પ્રયાશો ને બદલે રાષ્ટ્રપતિ એવોર્ડથી થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રિયંકા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ દિવસો માં મેદાન ની સાથે સાથે સાથે લોકો માં ટ્વિટ્ટર પર પણ કોરોના માટે જાગૃતિ ફેલાવે છે.
હાલ માં તે છત્તીશગઠ ના જશપુર જિલ્લામાં ડી. એમ. તરીકે ફરજ બજાવે છે. તે આ જિલ્લા માં સતત લોકોનું જીવન સુધારવા માટે સખત મહેનત કરી રહી છે.
0 Comments