સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન ના રોજ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુ પછી શરૂઆતના સમય દરમિયાન તપાસ માં તેને આપઘાત નો કેસ ગણાવ્યો હતો. અને પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ દરમિયાન પણ તેમના મોત ને આત્મહત્યા ગણાવી હતી.
હાલમાં પોલીસ ને સુશાંત કેસ માં અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ અંતિમ પોસ્ટમોર્ટમ માં તેમના મૃત્યુ ને લઈ ને ઘણી મહત્વપૂર્ણ વાતો પણ જણાવી છે. પ્રાપ્ત થી માહિતી મુજબ, સુશાંત ના મૃત્યુ પછી પોલીસે તેના નજીક રહેતા ઘણા લોકોની પુછપરછ પણ કરી હતી અને તેમની ગર્લફ્રેન્ડ રિયા પણ પોલીસે પુછપરછ કરી હતી.
મળતી માહિતી મુજબ, રિપોર્ટ પ્રમાણે સુશાંતે પોતાને ફાંસી આપી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. તેનું વિસેરા પણ રાસાયણિક તપાસ માટે રાખવામાં આવ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ, અગાઉ પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ત્રણ અલગ અલગ ડોક્ટરો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જયારે અંતિમ અહેવાલ માં પાંચ ડોક્ટરો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ માં જણાવ્યું છે કે સુશાંત ના શરીર માં કોઈ બાહ્ય ઇજા થઇ નથી. તેના નખ પણ ખુબ સાફ હતા. પોસ્ટમોર્ટમ માં તેના મોત નું કારણ આત્મહત્યા જ જણાવ્યું છે આની પહેલા સુશાંત ની મોત ને તેની પૂર્વ મેનેજર દિશા સલિયન ના અવશાન સાથે જોડવામાં આવી હતી.
પરંતુ પોલીસે હવે આવા કોઈ જોડાણ ને નકારી કાઢ્યું છે. આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી.
મળતી માહિતી મુજબ તમને જણાવીએ કે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 23 લોકો ની પુછપરછ કરવામાં આવી છે. તેમાં તેના એકાઉન્ટન્ટ નું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસ અત્યાર સુધી માં રિયા ચક્રવતી, બિઝનેસ મેનેજર, પીઆર મેનેજર, કુશલ ઝવેરી જેવા ઘણા લોકો ની ઊંડી પૂછતાછ કરી છે.
સુશાંત ની અંતિમ ક્રિયા પછી તેમની બહેન નું પણ નિવેદન નોંધ્યું હતું. સુશાંત ની આત્મહત્યા પછી બૉલીવુડ માં ભારે ચકચાર મચી ગયો છે. ઘણા સ્ટાર પર આરોપ લગાવાયો છે કે તેઓ ઉદ્યોગ માં નવા લોકો ને પ્રવેશ આપતા નથી. આ અંગે પોલીસ ને કોઈ પુરાઓ મળ્યો નથી.
ડિરેક્ટર શેખર કપૂરે કહ્યું કે સુશાંત આવી ને રડતો હતો કેમ કે બૉલીવુડ ના લોકો તેને નિરાશ કરતા હતા. કંગના એ કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ આયોજિત હત્યા છે.
0 Comments