લીંબુ અને નાળિયેરની ચટણી ખૂબ જ લાભદાયક છે. તેમાં પુષ્કળ પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. જે પેટ અને ત્વચાને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
લીંબુ અને નાળિયેરની ચટણી બનાવવી ખુબ જ સરળ છે, ચાલો આપણે જાણીયે ચટણી બનાવવાની રીત.
સામગ્રી
4 નંગ લીંબુ
1/4 કપ ખમણેલું ટોપરું
1 ચમચી જીરું
1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
1/4 ટીસ્પૂન ખાંડ
2 ચમચી કોથમીર
સ્વાદ અનુસાર કાળા મીઠું
બનાવવાની રીત
સૌથી પહેલા લીંબુના બીજ કાઢી તેના નાના નાના ટુકડા કરી લો.
ત્યાર પછી ગ્રાઇન્ડરની બરણીમાં લીંબુ, નાળિયેર, જીરું, લાલ મરચું પાવડર, ખાંડ, લીલું કોથમીર અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.
તમારી લીંબુ અને નાળિયેરની ચટણી તૈયાર છે. તમે તેને રોટલી વડે સર્વ કરો.
0 Comments