- આમ તો આખું ભારત એક આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર સ્થાન છે. પરંતુ આપણા દેશમાં કેટલીક જગ્યાઓ છે. જેના માટે લોકો ને ખુબ જ શ્રધ્ધા છે. આવું જ એક સ્થળ પ્રાચીન હનુમાન મંદિર કણાટ પ્લેસ ના બાબા ખારાગસિંહ માર્ગ પર આવેલું છે.
- મળતી માહિતી મુજબ, આ મંદિર માં માત્ર દિલ્હી ના જ લોકો નહિ વિશ્વભર ના અનેક લોકો પૂજા અર્ચના માટે આવે છે. તમને જણાવી દઈએ કે મંગળવાર અને શનિવારે દરમિયાન આ મંદિર ના પરિસર માં પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી.
- મંદિરમાં પ્રાર્થના કરવા માટે ભક્તો સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે અહીં આવે છે. ખુબ જ ભક્તો ની ભીડ હોવા છતાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ના પડે તેવી બધી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દર્શન થી મન ને અનંત શાંતિ મળે છે.
- આ મંદિર વિશે એવું કહેવામા આવે છે કે મહાભારત ના સમય માં પાંડવોને દિલ્હીમાં પાંચ અલગ અલગ મંદિરો ની સ્થાપના કરી હતી. જેમાં એક આ પ્રાચીન હનુમાન મંદિર છે. હકીકત માં દિલ્હી નું પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે.
- મહાભારત ના સમય માં પાંડવોએ આ શહેર ને યમુના નદીના કિનારે વસાવ્યું હતું. એવું કહેવાય છે કે પાંડવો ના બીજા ભાઈ ભીમ અને હનુમાન બને ભાઈઓ હતા તેથી બન્ને ને વાયુપુત્ર કહેવામાં આવે છે. હનુમાન સાથેના ભીમ ના લગાવ ને કારણે પાંડવો એ દિલ્હીમાં આ હનુમાન મંદિરની સ્થાપના કરી હતી.
- એવું કહેવામાં આવે છે કે કણાટ પ્લેસ દિલ્હી નું હૃદય છે અને તે એક વ્યાપારી વિસ્તાર છે. દેશના અલગ અલગ જગ્યાએ થી લોકો પણ અહીં માર્કેટિંગ માટે આવે છે. તેથી હનુમાન મંદિર સુધી પહોંચવું ખુબ સરળ છે. અહીં એવું કહેવાય છે કે સાચા દિલથી હનુમાનજી ના શરણ માં આવનાર ભક્તો ના દરેક સંકટ દૂર થાય છે.
- આ હનુમાન મંદિર નું નવીનીકરણ 1924 માં જયપુર રજવાડા ના મહારાજા જયસિંહે કરાવ્યું હતુ. ત્યાર બાદ તેની પ્રસિદ્ધિ પુરા વિશ્વમાં ફેલાઈ ગઈ અને બજરંગ બાલી એ તેમના આશીર્વાદ દરેક લોકોને આપવાનું શરૂ કર્યું.
- મંદિર ના પૂજારી સાથે વાત કરતા તેને કહ્યું હતું કે અહીં હનુમાન જી ના બાળ સ્વરૂપ ના દિવ્ય રૂપ જોઈ શકે છે. ,માહિતી માટે તમને જણાવી દઈએ કે મહારાજ જયસિંહ એ નવીનીકરણ કરાવ્યા પહેલા આ મંદિર પર આતંકવાદીઓ અને વિરોધીઓ દ્વારા અનેક વખત હુમલોઓ થયા હતા.
- પરંતુ આ એક વાત ચમત્કારી છે કે મુગલો ના શાસન દરમિયાન પણ હુમલો થયા હોવા છતાં આ બાળક જેવા હનુમાન મંદિર ને નુકશાન પહોંચાડી શક્યા નહિ.
- અહીં 33 પેઠીઓ સતત હનુમાનજીના મંદિર ની સંભાળ લે છે. હનુમાનજી ખુબ જ દયાળુ હતા. કણાટ પ્લેસ માં મોદક અને લાડુ નો પ્રસાદ કરનાર ભક્તો પર પ્રશન્ન થાય અને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
- એક માન્યતા પ્રમાણે પ્રખ્યાત ભક્તિ સંત શ્રી તુલસીદાસજી બજરંગબલી ના અદભુત બાલ સ્વરૂપ ને જોવા માટે અહીં આવ્યા હતા. લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં બેસીને તેમને હનુમાન ચાલીસા ની રચના કરી હતી.
- જયારે આ વાત મોગલ બાદશાહ અકબર ને મળી ત્યારે તેને તુલસીદાસ જે ને દરબાર માં આવવાનો આદેશ મોકલ્યો હતો. જયારે તુલસીદાસ દરબાર માં પહોંચ્યા ત્યારે તેમને કોઈ ચમત્કાર બતાવવા વિનતી કરવામાં આવી હતી.
- અકબર ની માંગ ખુબ મુશ્કેલ હતી પરંતુ કહેવાય છે કે સંત તુલસીદાસ જે એ તેમને સંપૂણ સંતોષ આપ્યો હતો. પછી અકબરે આ મંદિર પર ઇસ્લામિક ચંદ્ર કિરીટ કળશ સમર્પિત કર્યો હતો. એવું કહેવામા આવે છે કે મોગલ બાદશાહ અકબર ને પણ બજરંગ બલી દ્વારા માર્યો ગયો હતો.
- તમને જણાવી દઈએ કે આ મંદિર માં દરેક ધર્મ ના ભક્તો આવે છે. તેથી સર્વ ધર્મ સંભાવનાનો સંદેશ આપે છે. જેમાં એક બાજુ ગુરુ દ્વારા બાંગ્લા સાહેબ મંદિર સ્થિત છે અને બીજી બાજી મસ્જિદ અને ચર્ચ પણ આવેલા છે.
- આ મંદિર ની એક વિશેષ વિશેષતા એ પણ છે કે હનુમાન જી લગભગ 90 વર્ષ પછી પોતાની ચોલા છોડી ને પ્રાચીન સ્વરૂપ માં આવે છે. આ મંદિરની સૌથી મોટી અને અગત્યની વિશેષતા એ છે કે અહીં ચોવીસ કલાક અખૂટ મંત્ર જાપ કરવામાં આવે છે.
- આ મંત્ર 1 ઓગસ્ટ 1964 થી સતત ચાલુ છે આ જાપ શ્રી રામ જય રામ જય જય રામ નો છે. એવું કહેવામાં આવે છે કે આ વિશ્વનો સૌથી લાંબો જાપ છે. આ જ કારણે આ ગિનિસ બુક માં વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
- આ મંદિર ની પાસે એક પ્રાચીન શનિ મંદિર પણ છે. આ શનિ મંદિર ને દક્ષિણ ભારત ના એક માણસ દ્વારા બનાવ્યું હતું. દૂર-દૂર થી ભક્તો પણ મંદિર ના દર્શન કરવા માટે આવે છે. આ હનુમાન મંદિર માં દીપાવલી, હનુમાન જ્યંતી, જન્માષ્ટમી અને શિવરાત્રી આ ચાર દિવસો માં મંદિર માં ઉત્સવ ની જેમ ઉજવવામાં આવે છે.
- આ હનુમાનજી મંદિરના ભક્ત અમેરિકાના રાષ્ટ્પતિ બરાક ઓબામા પણ છે. તેઓ ભારત આવ્યા ત્યારે તેમને આ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર ખુબ જ ચમત્કારિક છે અને ભક્તોની દરેક ઇચ્છાને પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે અને ભક્તો આવતા રહે છે.





0 Comments