• હાલમાં ચાલી રહેલા ચીની સૈનિકો સાથેની અથડામણ માં ભારત ના વીર સેનાના એક અધિકારી અને 20 સૈનિકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, ચીની સરહદ પર લગભગ 45 વર્ષ પછી આવી હિંસક અથડામણ ની ઘટના સામે આવી છે. 
  • આ અથડામણથી ચીનને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તેના પણ લગભગ 43 સૈનિકો માર્યા ગયા છે. આવી જ એક ઘટના 1975 માં અરુણાચલ પ્રદેશના તુલુંંગ લા ખાતે થયેલા તેમાં ભારત ના 4 વીર સૈનિકો ના મૃત્ય થયું હતું.
  • સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, ગાલવાન ખીણમાં ચાલી રહેલા તણાવ દરમિયાન સોમવારે ની રાતે બંને વચ્ચે હિંસક મુકાબલો થયો હતો. 
  • આ હિંસક હુમલાં ભારતના જવાનો શહીદ થયા છે. આ હુમલામાં એક અધિકારી ની મૃત્યુ થયુ છે જે ગાલવાનની બટાલિયનનો કમાન્ડિંગ ઓફિસર હતો. 
  • કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર અઠવાડિયાથી ગાલવાન ખીણ ઉપરાંત પૂર્વી લદ્દાખના ઘણા વિસ્તારોની અંદર મોટી સંખ્યામાં ભારતીય અને ચીની સૈનિકો સામ-સામે હતા.
  •  આ સમગ્ર ઘટના ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવાને કહ્યું હતું. ચીન એવો દાવો કરી રહી છે કે ભારતીય સૈનિકોએ આ અથડામણ શરૂઆત કરી હતી. અને તેઓ ચીની સરહદની અંદર પ્રવેશી ચિની સૈનિકો પર હુમલો કર્યો હતો. 
  • જયારે ભારતીય સૈનિકો એવું કહી રહ્યા છે કે આ અથડામણ ની શરૂઆત ચિની સૈનિકોએ કરી હતી. ચિની સૈનિકો ભારતની સરહદ ની અંદર પ્રવેશ કર્યો હતો.
  • હાલમાં ચાલી રહેલા તનાવ દરમિયાન રક્ષા મંત્રીએ ઉચ્ચ કક્ષાની બેઠક તુરંત યોજી છે.
  • પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે રાત્રે પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે. આ ઉપરાંત છેલ્લા ચાર અઠવાડિયાથી ચાલી રહેલા તનાવ અંગે પણ જણાવ્યું હતું. 
  • સંરક્ષણ પ્રધાને બપોરે વિદેશ પ્રધાન જયશંકર, આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે અને ચીફ ડિફેન્સ ચીફ જનરલ બિપિન રાવત સાથે એક અગત્યની બેઠક યોજી હતી.
  • આ સમગ્ર ઘટના અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત શરૂઆતથી જ સ્પષ્ટ બધું કહે છે કે તે સરહદ સંચાલન માટે જવાબદાર છે. ભારતની તમામ પ્રવૃત્તિઓ વાસ્તવિક નિયંત્રણ લાઇનમાં તેના અધિકારક્ષેત્રમાં સીમિત ની અંદર જ છે. 
  • અમે ચીની તરફથી પણ એવી આશા રાખીએ છીએ કે બંને દેશો ની સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે અને તમામ મતભેદોનો ઉકેલ વાતચીત દ્વારા લાવવામાં આવે. 
  • આ સમયે અમે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની ખાતરી કરવાના મજબૂત વચનો પણ આપ્યે છીએ.
  • આ બધી ઘટના અંગે વાત કરવા માટે અમિત શાહ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ગયા હતા. હાલમાં ચાલી રહેલી તનાવ અંગે બંને દેશોના નેતાઓ વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠક યોજાણી હતી.