• બૉલીવુડ ના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોટર ઘરે ગળે ફાસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી છે.તેની આત્મહત્યા ના લીધે બૉલીવુડ માં શોક નું વાતાવરણ છે હજી આત્મહત્યા નું કારણ જાણી નથી શકાયું. પરંતુ પ્રાથમિક અહેવાલો માં ખુલાસો થયો છે કે સુશાંત છેલ્લા 6 મહિના થી ડિપ્રેશનનો શિકાર હતો.
  • ઘણા લોકો ડિપ્રેશન વિષે ગેરસમજ ધરાવે છે કે તે ફક્ત જેમના જીવન માં કોઈ મોટો અકસ્માત કે પછી નિરાશ રહેવાના મોટા કારણો છે. તેને જ થઇ છે. પરંતુ હતાશા કોઈ પણ સામાન્ય માનવીમાં થઇ શકે છે. હતાશા દરમિયાન માનવ શરીર ને આનંદ આપતા ઓક્સિટોસિન જેવા હોર્મોન્સનું માં ઘટાડો થાય છે. 
  • આ જ કારણ ના લીધે ડિપ્રેશન માં તમે તને ધારો તો પણ ખુશ રહી સકતા નથી. તમે એવા લોકો પણ જોયા હશે જે હંમેશા જે હંમેશા પોતાની સાથે વાતો કરતા હશે અને હંમેશા મારવાની વાતો કરતા હોય અને નાની નાની વાતો માં રડતા હોય. અને તમે એવા લોકો ને મળ્યા હશો જે હંમેશા ખુશ અને આનંદિત રહેતા હોય અને આત્મહત્યા ના સમાચાર પાર વિશ્વાસ ના કરી શકો. 
  • આવા લોકો હતાશા અથવા માનસિક સમસ્યા ના શિકાર હોય છે. ચાલો જાણીએ કઈ રીતે હતાશા સામે લડી ને જીતી શકાય છે.
  • જાણે તમે ડિપ્રેશનમાં છો.
  • આપણા મગજ માં એક સફેદ પદાર્થ હોય છે જેમાં રહેલા તંતુ મગજ ના કોષો ને એકબીજા સાથે જોડતું અટકાવે છે. આ સફેદ પદાર્થ દ્વારા જ આપણે લાગણીઓ ને અનુભવી શકીયે છીએ અને વિચારવાની ક્ષમતા ધરાવીએ છીએ. જો કે ડિપ્રેશન એક સામાન્ય રોગ થઇ ગયો છે જેમાં વ્યક્તિ સુઈ શકતો નથી અને સતત તનાવ માં રહેતો હોઈ તો સમજવું કે તે ડિપ્રેશન નો શિકાર છે 
  • આ હોર્મોન્સ પણ જવાબદાર છે.
  • આપણા મસ્તિષ્ક માં ન્યુરોટ્રાન્સમિટર હોય છે છે જે સેરોટોનિન, ડોપામાઇન અથવા નેરોપાઇનફીરીન ખુશી અને આનંદ ની ભાવના ને અસર કરે છે. પરંતુ ડિપ્રેશન ના કેસ માં તે અસંતુલિત થઇ છે તેના લીધે માણસ માં હતાશા આવી શકે છે પરંતુ તે ક્યાં કારણો ના લીધે તે અસંતુલન થઇ છે તે હજી જાણી શકાયું નથી.
  • હતાશા લક્ષણો
  • જો તમને યાદ પણ નો હોય કે છેલ્લે તમે ક્યારે ખુશ થયા હતા. 
  • સવારે પથારી માંથી ઉભા થવું અથવા નાહવા જવા જેવી રોજ ની દિનચર્યા તમને કામ લાગતું હોય.
  • તમે લોકો અને તમારા ફ્રેન્ડ સર્કલ થી દૂર રહેવાનું શરુ કર્યું છે.
  • તમે તમને પોતાને નફરત કરવા લાગો અને પોતાની જાત પાર ખતમ કરી લેવા માંગતા હોય.
  • હતાશા ના દર્દી હંમેશા અશાંત અને ચિંતા માં ડૂબેલા દેખાય છે.
  • તેઓ કોઈ પણ નિર્ણય લેવા માં પોતાને અસમર્થ માને છે અને હંમેશા મૂંઝવણની સિથતિ માં હોય છે.
  • હતાશા ના દર્દી વધારે અસ્વસ્થ્ય ખોરાક નું વલણ ધરાવે છે.
  • જયારે કોઈ સમસ્યા આવે ત્યારે ડિપ્રેશન ના દર્દી ખુબ જ નિરાશ થઇ છે.
  • કેટલાક દર્દીઓ જલ્દી ગુસ્સે થઇ જાય છે. 
  • તેઓ હંમેશા કંઈક ખરાબ થવાની સંભાવનાથી ઘેરાયેલા રહે છે. 
  • ડિપ્રેશન ના દર્દી એ શું કરવું?
  • હંમેશા હસતા રહો અને વધુ ને વધુ લોકો સાથે ભળવાનો પ્રયાસ કરો.
  • દરરોજ તડકા માં બેશો તે ડિપ્રેશન નું જોખમ ઘટાડે છે અને સકારાત્મક વિચારસરણી રાખો.
  • બાળકો સાથે રમો.
  • કુતરા કે અન્ય કોઈ પાલતુ પ્રાણી રાખો.
  • તમારા ડોક્ટર ની સલાહ લો.
  • દરરોજ સવારે ધ્યાન અને યોગ કરો.
  • મનપસંદ ગીત સાંભળો એન્ડ મોવિઝ જોવો.
  • આશાવાદી બનો કારણકે બધી જ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ ચિંતા કરવાથી કોઈ સમાધાન નથી. શાંત મગજ થી સમસ્યા ના સમાધાન માટે વિચારો. કોઈ ને કોઈ સમાધાન અવશ્ય મળશે.
  • પરિવાર સાથે સમય પસાર કરો અને તેની સાથે તમારી સમસ્યા શેર કરો. જેથી તમારું મન હળવું થશે અને તેઓ તમને સાચી દિશા બતાવશે.
  • શાંત અને સ્વસ્થ સ્થળ પર જાવ સારા પુસ્તકો નું વાંચન કરો.
  • તમને સતત પરેશાન કરતી વસ્તુ થી દૂર રહો.
  • શ્રીમદ ભાગવત ગીતા નો અભ્યાસ કરો અને તેને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો.