• લદાખમાં ચીન સાથેની અથડામણ માં પોતાની ફરજ બજાવતી વખતે અજય કુમાર શહીદ થયા છે. શનિવારે ના રોજ આ વીર જવાન ના રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. 
  • તેમના પરિવાર તથા ગામ લોકોની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા. શહીદ અજય કુમાર અમર રહો ના નારા સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
  • અજય કુમાર ઝુનઝુનુના જુનખાલ ગામનો રહેવાસી હતો. પોતાના દેશની રક્ષા કરતી વખતે પોતાનો પ્રાણ બલિદાન આપ્યું છે. શનિવારે સવારે અજય કુમાર નો મૃતદેહ તેના ગામ જાખલ પાસે પહોંચતા દરેક લોકોની આંખમાંથી આસુંની ધારા વહી રહી હતી.
  • મળતી માહતી મુજબ, તમને જણાવી દઈએ કે, આ વીર જવાન ના પિતા મજૂરી કામ કરે છે. તેમના ફેમિલી માં માતા, પિતા, તેનો ભાઈ, તેની પત્ની તથા તેની ત્રણ વર્ષની પુત્રી હંસવી છે.
  • સૂત્રો દ્વારા માહિતી મુજબ, અંતિમ વિદાય પહેલા રાજસ્થાન પોલીસ ના જવાનો અને આર્મીના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
  • 2007 માં તેઓ ભારતીય સેનામાં જોડાયો હતો. ભારતીય સૈન્યમાં 41 તોપખાનામાં અજયકુમાર એક હિરો હતા. 4 મહિના પેલા હોળી ના તહેવાર દરમિયાન પોતાના ઘરે આવ્યા હતા. થોડા દિવસ રહ્યા બાદ તે પોતાની ફરજ લદાખ પર વાપસ ગયા હતા.
  • તેમના સગા સબંધીઓ તથા ગામના લોકો તેમની બહાદુરી વાતો કહીને તેમના પરિવારને હિંમત આપી રહ્યા હતા. આ બધાની વચ્ચે તેની 3 વર્ષની દીકરી પિતા પાસે જઈને કહે છે. મમ્મી પપ્પા ક્યારે જાગશે. તેની મમ્મી એ કહ્યું કે બીટા હું તને આનો જવાબ નહીં આપી શકું. અને તેની આંખોમાંથી આસું વહેવા લાગ્યા.
  • આ વાક્ય સાંભળી લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. શહીદ અજયકુમારને કલેક્ટર યુ.ડી.ખાન અને એસ.પી. જે.સી. શર્મા તથા તમામ વહીવટી અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપી હતી.